ધ્રાંગધ્રા મયુર બાગ બગીચામાં ઝાડ પડી જતાં ઝાડ પર રહેલા 40 જેટલા બચ્ચાના મોત નિપજયા હતા. ત્યારે 30 જેટલા બચ્ચાને જીવદયા પ્રેમી યુવાનો દ્વારા સારવાર આપી બચાવી ઝાડને કાપી યોગ્ય જગ્યાએ લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા મયુર બાગ બગીચા પાસે એક ઝાડ વૃક્ષ કોઈ કારણોસર પડતાં ઝાડમાં વસવાટ કરતા માળામાં રહેતા પક્ષીઓના 40 થી વધુ બગલાઓના બચ્ચા મત્યુ પામ્યા હતા. અને અમુક ઘાયલ થયા તેને સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા હતા.ઝાડ રોડ પર પડતા ટ્રાફિક થતા ધ્રાંગધ્રાના સેવાભાવી જીવદયા પ્રેમી યુવાન હીરેનભાઇ સોલંકી, મહેશભાઈ રાજગોર, જશાભાઇ ગોલાવાળા, મુકેશભાઇ ઠાકોર અને એક આર્મી જવાન તથા અન્ય સામાજીક સેવકોએ તાત્કાલિક રોડની વચ્ચે પડેલા મોટા ઝાડને કાપીને એકબાજુ કરવાનું કામ કરી એમાં રહેલા માળા વેરવિખેર થતા બગલાઓના 30 જેટલા બચ્ચાને રેસ્કયુ કરી બચાવી સારવાર આપી યોગ્ય જગ્યાએ રાખવામાં આવ્યા હતા. બનાવને લઈને નગરપાલિકાની ટીમ પણ દોડી આવી સફાઇ કામગીરી કરવામાં આવી હતી.