ડીસામાં ગુજરાત સરકાર કમિશનર ઓફ ફૂડ સેફ્ટી ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ડીસામાં ફરસાણ અને મીઠાઈના વેચાણ માટે રજીસ્ટ્રેશન તેમજ જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં ફૂડ સેફ્ટી ના લાયસન્સ સહિત ની પ્રક્રિયાઓ સમજાવી લોકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ચીજ વસ્તુઓનું વેચાણ કરવા સૂચના આપી હતી..

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભેળસેળયુક્ત ચીજ વસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, જેને નાથવા માટે આરોગ્ય વિભાગ સતત કાર્યવાહી કરે છે, તેમ છતાં પણ કેટલાય લોકો કોઈપણ જાતના લાયસન્સ વગર આડે ધડ બિનરોગ્યપ્રદ ખાણી પીણીની ચીજ વસ્તુઓનું વેચાણ કરે છે, ત્યારે લોકો આવી સ્વાસ્થ્ય માટે હાનિકારક ચીજ વસ્તુઓનુ વેચાણ ન કરે છે તે માટે જાગૃતિ આવે તેમજ ફરસાણ કે મીઠાઈના રજીસ્ટ્રેશન માટે કઈ રીતે કામગીરી કરી શકાય તે અંગે સમજણ આપતા સેમિનારનું આયોજન થયું હતું..

ગુજરાત સરકાર કમિશનર ઓફ ફૂડ સેફટી ખોરાક અને ઔષધ નિયમન ડીસા વિભાગ ના ફૂડ ઇન્સ્પેક્ટર પ્રિયંકા ચૌધરી અને લક્ષ્મીબેન દ્વારા ઉપસ્થિત વેપારીઓને ફૂડ સેફ્ટીનું લાયસન્સ મેળવવા માટેની પ્રક્રિયા અને તેના માટે દુકાન માં રાખવામાં આવતી તકેદારીઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી..

સાથે જ લોકોને સ્વાસ્થ્યવર્ધક શુદ્ધ ચીજ વસ્તુઓ મળી રહે અને શુદ્ધ ચીજ વસ્તુઓનું વેચાણ થાય તે માટે સૂચના આપી હતી..