પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનનરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબનાઓએ આપેલ સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ પંચમહાલ ગોધરાનાઓએ અત્રેના જીલ્લામાં અસરકારક કામગીરી કરવા માગગદશગન આપેલ હોય જે આધારે નાયબ પોલીસ અનિક્ષક શ્રી વી.જે..રાઠોડ સા. તથા હાલોલ સર્કલ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.આર.પલાસ સાહેબ નાઓના માગગદશગન હેઠળ પાવાગઢ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.શ્રી આર.જે.જાડેજાનાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે તા.૧૩/૦૮/૨૦૨૩ ના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવીવારને લઈને બંદોબસ્ત પેટ્રોલીંગમાં હતા વખતે મોજે-પાવાગઢ મહાકાળી ધામ પાસે પાવાગઢ-હાલોલ રોડ ઉપર આવતા એક પુરૂષ રોડ ઉપર આમતેમ આંટા મારતો હોઈ જેથી આ પુરૂષની પુછપરછ કરતા તે લીંબાયત (સુરત) નો છે તેમ જણાવેલ અને અન્ય કોઇ હકકકત જણાવતો ન હોઈ જેથી સોશીયલ મીડીયા મારફતે તેમજ પોલીસ સ્ટાફના માણસો દ્રારા તપાસ કરાવતા સદર ઈસમ નામે- નીતીન નામદેવ પરાતે રહે.રૂસ્તમ પાર્ક પ્લોટ નં-૪૪/બી ઉના, લીંબાયત તા.જી.સુરત થી ગુમ થયેલ હતો અને આ બાબતે  લીંબાયત(સુરત) પોલીસ સ્ટેશન ખાતે  ગુમ થયા અંગેની જાણવા જોગ નં-૧૭૮/૨૦૨૩ ફરિયાદ દાખલ થયેલ હતી જેથી પાવાગઢ પોલીસ મથકના પો.સ.ઈ.શ્રી આર.જે.જાડેજાએ લીંબાયત(સુરત) પોલીસ સ્ટેશનને જાણ કરી તેના પરીવારનો સંપર્ક કરી તેના ભાઈને પાવાગઢ પોલીસ મથકે બોલાવી પોલીસે તેના ભાઈનો જવાબ લઈ ગુમ થનાર નીતિને શોધી કાઢી તેના ભાઈને સુપ્રત કરી પાવાગઢ પોલિસે સરાહનીય કામગીરી કરી હતી.