14 : વઢવાણ તારામણી ટાઉનશીપ 80 ફુટ રોડના રહીશ કરશનભાઇ જીવાભાઇ ગોહિલે સુરેન્દ્રનગર મહાલક્ષ્મી ટોકીસ સામે વૈધના ઉતારાના રહીશ વિશાલભાઇ મહેન્દ્રભાઇ શાહ પાસેથી ઉછીના રકમ માંગી હતી.આથી વિશાલભાઇએ મિત્રતાના ભાવે રૂ.2 લાખ આપ્યા હતા.જેને દોઢ વર્ષ જેટલો સમય થતા વિશલાલભાઇએ નાણા પરત આપવા ઉઘરાણી કરતા કરશનભાઇએ 18-1-21ના રોજ 2 લાખનો ચેક આપ્યો હતો.જે વિશાલભાઇએ બેંકમાં નાણા ઉઘરાણી માટે જમા કરાવ્યો હતો.પરંતુ નાણાના અભાવે ચેક પરત થયો હતો. આથી વિશાલભાઇએ વકિલ મારફત કોર્ટમાં કેસ કર્યો હતો.જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષે વકિલ બી.એમ.ઝાલા અને મયુરભાઇ આલની દલીલ આરોપીએ આપેલ અસલ ચેક, રીટર્ન મેમો, આરોપીને નોટીસ,નોટીસ કર્યાની પહોંચ.આરોપીનો નોટીસ જવાબ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા.બંન્ને પક્ષોને સાંભળ્યા બાદ ચીફ.જ્યુડી મેજીસ્ટ્રેટ સુરેન્દ્રનગર ધીરેનભાઇ મનહરલાલ ચૌહાણે આરોપી કરશનભાઇ જીવાભાઇ ગોહિલને ગુનામાં તકરસીરવાર ઠરાવી એક વર્ષની સાદીકેદની સજાનો હુકમ કર્યો હતો.જ્યારે ફરીયાદીને ચેકની રકમ 2 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો હતો.જો આરોપી વળતરની રકમ ન ચુકવેતો વધુ 3 માસની સાદીકેદની સજાનો હુકમ કર્યો હતો.