આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશભરમાં સ્વતંત્રતા પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં આઝાદીના 77 માં સ્વતંત્રતા પર્વને અનુલક્ષીને ગુજરાત રાજ્યના સરકાર દ્વારા સમગ્ર રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતની તમામ નગરપાલિકાઓને પોતાના વિસ્તારોમાં 75 નવા વૃક્ષો વાવવા માટેનો આદેશ સાથે આહવાન કરાયું છે જેને અનુલક્ષીને હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે રાજ્ય સરકારના મળેલા આદેશ મુજબ માત્ર 75 જ નહીં 25000 જેટલા વૃક્ષો વાવવાનો સંકલ્પ લઈ આઝાદીકા અમૃત મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે જે અંતર્ગત હાલોલના ધાબા ડુંગરી ખાતે નગરપાલિકા દ્વારા નગરપાલિકાની વિશાળ જગ્યામાં અમૃતવાટિકા બનાવવાની કામગીરી હાથ ધરી અર્બન ફોરેસ્ટ ઊભું કરાયું છે જેમાં મિયાવાકી ફોરેસ્ટર પદ્ધતિથી ફોરેસ્ટ વિભાગના સહયોગથી અને તેઓ દ્વારા આપવામાં આવેલા વિવિધ છોડ રોપા તેમજ આણંદ ખાતે આવેલી સરકારી સંશોધન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા 600 જેટલા ઔષધીય રોપા જેમાં ખસખસ નેપાળો,સતાવરી,ખાખરો સહિતના અન્ય ઔષધી છોડ રોપા સહિત કુલ 60 જેટલા અલગ અલગ રોપાઓ મળી કુલ 3000 જેટલા રોપાઓનું વાવેતર મિયાવાંકી ફોરેસ્ટ પદ્ધતિથી કરી રોપણ કરીને નગર પાલિકા દ્વારા અમૃતવાટિકા અર્બન ફોરેસ્ટને ઉભું કરવામાં આવ્યું છે જે અમૃતવાટિકા અર્બન ફોરેસ્ટની આજે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત અગ્રણી મહાનુભવોએ આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત મુલાકાત લઈ અમૃત વાટિકા અર્બન ફોરેસ્ટ ખાતે પૂંજા પાઠ કરી અલગ અલગ ઔષધિઓ સહિતના છોડ રોપાઓનું વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર,જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર,હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા,હાલોલ તાલુકા ભાજપા પ્રમુખ પ્રવિણસિંહ પરમાર સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं