હર ઘર તિરંગા હર મન તિરંગા "મેરા તિરંગા, મેરા સ્વાભિમાન"દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ભારત "આઝાદી કા અમૃત મહોત્સવ"ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન આયોજિત "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત આજરોજ દિયોદર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડી.ટી ગોહિલના અધ્યસ્થાને ભવ્ય તિરંગા યાત્રા યોજવામા આવી હતી.જેમા તિરંગા યાત્રા દિયોદર પોલીસ સ્ટેશન થી મેઈન બજાર, જુના બસ સ્ટેન્ડ, હાઇવે વિસ્તાર, ખેમાણા ચોકડી, આરામ ગૃહ થી પરત પોલીસ સ્ટેશન પોહચી હતી જેમાં આ તિરંગા યાત્રા મા દિયોદર DYSP ડી ટી ગોહિલ, PSI જે એન દેસાઈ , દિયોદર ધારાસભ્યના કેશાજી ચૌહાણ, મામલદાર સહિત પોલીસ કર્મચારીઓ તેમજ શાળાના વિધાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ભવ્ય તિરંગા યાત્રા મા જોડાયા હતા અને દિયોદર વી કે વાધેલા હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાના ૭૭ મા સ્વાતંત્ર પર્વ ઉજવણી થનાર છે જેમાં મોટી સંખ્યામા લોકો સ્વતંત્ર પર્વની ઉજવણી માં જોડાય તે માટે આહવાન કરવામાં આવ્યું હતું..