ભારતીય જનતા પાર્ટીના નેતા રવુભાઈ ખુમાણને જાનથી મારી નાખવાની ધમકી મળતા રાજુલા પોલીસમા ફરિયાદ નોંધવામાં આવી છે.
અમરેલી જિલ્લાના રાજુલા ખાતે રહેતા રવુભાઈ ખુમાણના મજાદર નજીક આવેલા પેટ્રોલપંપ પર જોલાપર ગામના એક યુવાને બબાલ કરતા
ભાજપા નેતાના પુત્રએ ડુંગર પોલીસમાં ફરીયાદ આપતા ડુંગર પોલીસે બબાલ કરનાર યુવકની અટકાયતી કાર્યવાહી કરી હતી.
ત્યારબાદ મોડીરાત્રીના અજાણ્યા શખ્સ દ્વારા ભાજપ નેતા રવુભાઈ ખુમાણના મોબાઈલ નંબર પર અજાણ્યા નંબર પરથી પોતે બાબુ હોવાનું જણાવી ધમકી આપી હતી.
સમગ્ર બનાવની ફરિયાદમા લખાયા મુજબની હકીકત જોઈએ તો ભાજપા નેતા રવુભાઈ ખુમાણનો મજાદર નજીક નેશનલ હાઇવે ઉપર પેટ્રોલપંપ આવેલ હોય.
જે પેટ્રોલ પમ્પ રવુભાઈ ખુમાણના દીકરા સંભાળતા હોય તે પેટ્રોલ પમ્પ પર જોલાપર ગામના એક યુવાને આવી પાણીના બેરલ ભરવાની બાબતે ગાળો બોલી બબાલ કરતા રવુભાઈના પુત્રએ ડુંગર પોલીસમાં ફરીયાદ આપતા ડુંગર પોલીસે બબાલ કરનાર ઈસમની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.
જે બાબતનો ખાર રાખી મોડીરાતે અજાણ્યા શખ્સ દ્વારા ભાજપ નેતા રવુભાઈ ખુમાણના મોબાઈલ નંબર પર બાબુ તરીકેની ઓળખ આપી જાનથી મારી નાખવાની આપતા ખળભળાટ મચ્યો છે.
આ મામલે રવુભાઈ ખુમાણે ફરિયાદ નોંધાવતા રાજુલા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તેમને જાનથી મારી નાખવાની ધમકી મળતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા અને કાર્યકરોમાં અસમાજિકતત્વો સામે નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે.
જોલાપરના દુલા વાઘ નામના વ્યક્તિ ને પાણીના બેરલ ભરવા બાબતે પેટ્રોલ પમ્પ પર માથાકૂટ કરેલ જે અનુ સન્ધાને કરવામાં આવેલી ફરિયાદ મતલબે સાવરકુંડલા ના વિભાગીય પોલીસ વડા હરેશ વોરા એ આવા કોઈ પણ લુખ્ખા તત્વોની લુખ્ખાગિરી સાખી લેવામાં નહિ આવે તેવું જણાવ્યું હતું અને કોઈ લુખ્ખાગિરી કરતા જણાય તો સાવર કુંડલા DYSP કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
આ બાબતે રાજુલાના નવ નિયુક્ત પી. આઈ. કુગસિયા અને તેમની ટીમ દ્વારા સમગ્ર તપાસ હાથ ધરાઈ રહી છે અને ફરિયાદી રવુભાઈ ખુમાણે પણ પોલીસ યોગ્ય કાર્યવાહી કરછે તે અંગેનો સન્તોષ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી