ધ્રાંગધ્રા ખાતે ધ્રાંગધ્રા ખાતે ઘુડખર અભ્યારણ વિભાગ-ધ્રાંગધ્રા દ્વારા આદર્શ નિવાસી શાળા,ખાતે વિશ્વ વરૂ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધ્રાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા તેમજ વન વિભાગના અધિકારીઓ સહિત હળવદ સ્થાનિક આગેવાનો, વન્યજીવ પ્રેમીઓ, એન.જી.ઓ. શાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા. ઈકોલોજીકલ સંતુલન જાળવવામાં વરૂઓનાં મહત્વ વિશે જાગૃતિ વધારવાનાં હેતુથી તા.13 ઓગસ્ટનો દિવસ વિશ્વભરમાં વિશ્વ વરૂ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, જૈવિક પારિસ્થિતિ તંત્રમાં વરૂઓની ભૂમિકા અને મહત્વ વિશે વધુને વધુ લોકો જાણે અને તેમના સંરક્ષણ વિશે પણ જાગૃતિ વધે તે માટે આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.ભૂતકાળમાં ઘુડખર અભયારણ્ય વિભાગ, ધ્રાંગધ્રાના વન અધિકારી કર્મચારીઓ દ્વારા એક ઈજાગ્રસ્ત માદા વરૂનું અભયારણ્ય વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેને સુરેન્દ્રનગર સરકારી વેટરનરી હોસ્પિટલ ખાતે ઇમરજન્સી સારવાર આપ્યા બાદમાં વેટનરી કોલેજ-આણંદ ખાતે જરૂરી સારવાર સર્જરી માટે લઈ જવામાં આવેલું. ત્યારબાદ સતત દેખરેખ અને સારસંભાળની જરૂર હોઈ તેને સક્કરબાગ ઝુલોજીકલ પાર્ક, જુનાગઢ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું હતું. જ્યાં તે વરૂને "દિવ્યાંગી" નામ આપવામાં આવ્યું અને બાદમાં તે વરૂની તંદુરસ્તીમાં ઉત્તરોત્તર સુધારો થતાં સક્કરબાગ ખાતે બ્રિડિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો. જે સફળ રહેતા વર્ષો-વર્ષ તેણે બચ્ચાને જન્મ આપ્યો. આ બચ્ચાઓ મોટા થતા ગુજરાત સરકાર દ્વારા આ બચ્ચાઓ તથા સક્કરબાગ ઝુલોજીકલ પાર્ક, જુનાગઢ ખાતે સ્થિત અન્ય વરૂઓને ગુજરાતના અલગ-અલગ વિસ્તાર જેવા કે, થળા-સુલતાનપુર (ધ્રાંગધ્રા), નડાબેટ તથા અન્ય વિસ્તારમાં કુદરતી આવાસમાં મુક્ત કરવા નિર્ણય કર્યો હતો.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं