રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ગંભીર દુર્ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. ત્યારે હવે તંત્ર આ ઘટના બાદ સફાળું જાગ્યું હોય તેમ છેલ્લા એક માસથી ફાયર સેફ્ટીની ઠેર-ઠેર ચકાસણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ શૈક્ષણિક સંકૂલોમાં ફાયર સેફટીની ચકાસણી માટેનું બીડું ઝડપ્યું
છે. તેવા સમયે આજે સવારથી મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં તાલુકા શિક્ષણ વિભાગના અધિકારીઓ સહિતના કર્મચારીઓની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી હતુ. જેમાં આજે એક જ દિવસમાં તાલુકાની ૧૭૪ જેટલા શૈક્ષણિક સંકુલોનું ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં તાલુકાના ૩૫ જેટલા વ્યક્તિનો સ્ટાફ ઊંધેમાથે થયો હતો...