રિપોર્ટ. લતીફ સુમરા

બનાસકાંઠા જિલ્લામાં ''આઝાદી કા અમૃત મહોત્સવ'' અંતર્ગત આયોજિત ''મારી માટી - મારો દેશ'' કાર્યક્રમ ડીસા તાલુકાની 109 ગ્રામ પંચાયતોમાં દેશભકિત સભર માંહોલમાં ઉજવાયો હતો. 

જ્યારે ડીસા તાલુકાના રમુણ ગામે તાલુકા વિકાસ અધિકારી સુ. શ્રી. આર.એન.રાજપૂત તેમજ કાંટ ગામે DY SPશ્રી હાજર રહીને કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

ડીસા તાલુકાના તમામ ગામોમાં પદાધિકારીઓ,નાગરીકો ,વડીલો, માતા, બહેનોએ આ કાર્યક્રમ સહભાગી થઈ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી. ગ્રામ પંચાયતો ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતુ.ગ્રામજનોએ હાથમાં દીવા લઈ પંચપ્રણ પ્રતિજ્ઞા લઈ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબધ્ધતાના શપથ લીતા હતા.ગામમાં સ્થાનિક કક્ષાએ ૭પ વૃક્ષોનું વાવેતર કરી ''વસુધા વંદન થકી અમૃત વાટિકા” તૈયાર કરવામાં આવી. દેશની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરોના પરિવારનું સન્માન કરીને વીરોને વંદન થકી શ્રધ્ધાંજલિ અર્પવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ધ્વજ વંદન કરી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતુ. આમ,ડીસા તાલુકાના દરેક ગામમાં ''મારી માટી - મારો દેશ'' કાર્યક્રમ રાષ્ટ્ર ભકિતની ભાવનાથી ઉજવવામાં આવ્યો હતો.