પાટણ SOG પોલીસે સિદ્ધપુર-પાલનપુર હાઇવે પર આવેલી એક હોટલમાથી બિન અધિકૃત રીતે અફીણનો રસ 229 ગ્રામ કિ.રૂ. 22,900ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પાટણ જિલ્લા પોલીસને ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો અને મન પ્રભાવી દ્રવ્યોનાં ગેરકાયદેસર વેપાર, હેરાફેરી, વેચાણ અટકાવવા અને આવી પ્રવૃતિ આચરતા ઇસમો વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા કરેલી સુચના અને માર્ગદર્શન આધારે આર.જી.ઉનાગર પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી પાટણ આપેલ સુચના આધારે એસ.ઓ.જી સ્ટાફ ના માણસો સિધ્ધપુર વિસ્તારમા પેટ્રોલીગમા હતા.
આ દરમ્યાન બાતમી મળેલ કે સિધ્ધપુર પાલનપુર હાઈવે રોડ ઉપર આવેલી ચૌધરી પેલેસ હોટલનો માલિક બીશ્નોઈ ચેનારામ હિરારામ લાખારામજી ઉવ-70 મુળ રહે રાજસ્થાન વાળો બિનઅધિકૃત રીતે અફીણના રસનો વેચાણ કરે છે, જે બાતમી હકીકત આધારે હોટેલ ઉપર ઇસમને અફિણનો રસ 229 ગ્રામ કિ.રૂ. 22.900/ ના મુદ્દામાલ સાથે પકડી પાડી NDPS એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવા આરોપી તથા મુદ્દામાલ સિધ્ધપુર પો.સ્ટે. સોપવામાં આવેલ છે.