બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકાના એક ખાનગી ચેનલમાં રિપોર્ટર તરીકે કામ કરતા પત્રકાર ને મેરી મિટ્ટી મેરા દેશના પોગ્રામનું કવરેજ માટે રંગપુર ગામે ગયા હતા ત્યારે તેમનાજ ગામના કુંવરજી મોહનજી વાઘેલા દ્વારા તેમના પર હુમલો કરી ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેમા પત્રકારને ગંભીર ઇજાઓ થતા દાંતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી જેની જાણ આસપાસના બીજા અન્ય પત્રકારશ્રીઓ ને થતા તેઓ પણ સરકારી દવાખાને દોડી આવ્યા હતા જેમાં વધુ પત્રકાર આવતા હુમલાખોર સામે કડક કાર્યવાહી કરવા દાંતા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેને લઈ હુમલાખોર દ્વારા ગામના અગ્રણીઓ સાથે રાખી પત્રકારને જાહેરમાં માફી માંગવાની જણાવ્યું હતું જેથી આજ રોજ અસામાજિક તત્વ એવા કુંવરજી મોહનજી વાઘેલા દ્વારા જાહેરમાં માફી માંગી હતી અને આજ પછી કોઈ પણ પત્રકારને હું કોઈ પણ રીતે હેરાન કે પરેશાન નહિ કરું જેવું જણાવ્યું હતું..
નેશનલ પ્રસે એસોસિએશન દ્વારા બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકાના રંગપુર ગામે પત્રકાર પણ થયેલા હુમલા ને ધ્યાન મેં રાખીને દાંતા પોલીસ સ્ટેશન નો કોન્ટેક્ટ કરીને પત્રકાર પર થયેલા હુમલા ની ફરિયાદ નોંધાવવામાં સક્ષમ કામગીરી કરવામાં આવી.. સતત એચ કે ટ્વેન્ટી ફોર ન્યુઝ નેટવર્ક ફોલો કરીને પત્રકારની ન્યાય અપાવવા માટે લડત લડીને ન્યાય અપાવ્યો..જેમાં નેશનલ પ્રસે એસોસિએશન ના ગ્રુપમાં સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા તેનો ઇફેક્ટ જોવા મળ્યો.. તે બદલે એચ.કે 24 ન્યુઝ નેટવર્ક સમગ્ર મીડિયાનો આભાર વ્યક્ત કરીએ છીએ