જૂનાગઢ જિલ્લા ના માંગરોળ બંદર પર માંગરોળ ની એક બોટ માછીમારી કરવા માટે દરિયામાં જઈ રહી હતી બોટ ને જ્યારે દરિયામાં ઉતારવામાં આવી અને થોડે દુર જ નીકળી હતી તેવામાં બોટ નું એન્જીન અચાનક બંધ પડી જતા બોટ પાણી ના મોજાઓ સાથે ડોલવા લાગી હતી ત્યારે બદર પર રહેલા સ્થાનિકો ના જીવ તાળવે ચોંટી ગયા હતા અને લોકો ના ટોળે ટોળા ભેગા થવા પામીયા હતા જ્યારે બંદર પર ના સ્થાનિકો 10 થી 15 જણા તુરત કોઈ પણ પરવા કર્યા વગર પોતાના જીવ ના જોખમે દરિયામાં કૂદી ગયા હતા અને બોટ નું દિલધડક રેસ્ક્યુ કરી બોટ ને સલામત રીતે કિનારા પર લઈ આવ્યા હતા
રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ) સંપર્ક :- 9925095750