માળીયા હાટીના તાલુકા ના અમરાપુર ગીર ગામ ના લોકો દ્વારા PGVCL કચેરી માળીયા હાટીના ને થોડા દિવસો પહેલા આવેદન આપવામાં આવ્યું હતું જેમાં અમરાપુર ગીર ગામ નો વીજપુરવઠો જે માળીયા હાટીના વિભાગ માંથી મળતો હોય છે ત્યારે તેને મેંદરડા માં ફેરવવાની તજવીજ કરવામાં આવી રહી હતી જેને લઈ ને અમરાપુર ગીર ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આ તજવીજ ને રોકવા જણાવાયું હતું

આમરપુર ગીર ગામ ના સરપંચ ભયલુભાઈ સોલંકી ની આગેવાની હેઠળ અમરાપુર ગીર ગામ ના લોકો દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું ત્યારે લોકો ના આ પ્રશ્ન માળીયા માંગરોળ ના ધારસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયા તેમજ માળીયા હાટીના ભાજપ ના આગેવાન અને ખરીદી વેચાણ સંઘ ના પ્રમુખ લક્ષમણભાઈ યાદવ બંને આગેવાનો ને જાણ થતાં તેમના દ્વારા PGVCL ની વડી કચેરી રાજકોટ માં અધિકારીઓ સાથે ભારપૂર્વક રજુવાત કરતા અધિકારી દ્વારા અમરાપુર 66kv  સબ સ્ટેશન હવે માળીયા સાથે જ જોડાયેલું રહેશે તેવું જણાવ્યું હતું 

રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ) સંપર્ક :- 9925095750