આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ થી "મારી માટી - મારો દેશ, માટી ને નમન, વિરો ને વંદન" જેવા અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે સમગ્ર જિલ્લો અત્યારે દેશ ભક્તિ ના માહોલ મા છવાયો છે ત્યારે આજે થરાદ તાલુકાના ની સૌથી મોટી ગણાતી ગ્રામ પંચાયત મા "મારી માટી- મારો દેશ"અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામના નિવૃત્ત આર્મીમેન દેશ માટે ૧૯૬૯થી લઈ ૧૯૯૯ સુધી ૩૧ વર્ષ પૂરી સેવા આપી જેમાં ૧૯૭૧ ની લડાઈ ત્યારબાદ બાંગ્લાદેશ , શ્રીલંકા, અને છેલ્લે કારગીલ યુદ્ધ મા દેશ ની સરહદ ની રક્ષા કરી નવ જેટલા યુદ્ધ મેડલ તેમજ બે વખત રાષ્ટ્પતિ એવોર્ડ થી સન્માનિત કરાયા હતા એવા સુબેદાર મેજર લેફ્ટનેન્ટ ત્રંબક્લાલ ત્રિવેદી ગામના પૂર્વ સરપંચ આર. બી. મણવર સાહેબ તેમજ ગામના આગેવાનો દ્વારા પાઘડી તેમજ સાલ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મા ગામના આગેવાનો તેમજ તલાટી કમ મંત્રી શ્રી રાજુભાઇ ગ્રાસ દ્વારા વૃક્ષા રોપણ કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ સમગ્ર કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે ભોરોલ ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી શ્રી રાજુભાઇ ગ્રાસ તેમજ પ્રાથમિક શાળા ના આચાર્ય દીપકભાઈ દરજી . આશા વર્કર બહેનો. પંચાયત ના વી. સી. ઓ. મહેન્દ્રભાઈ. તેમજ કે.કે.ચૌહાણ તેમજ પચાયત ના સભ્યો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા