ભારજ નદીના પટમાં ટ્રેક્ટર ફસાઈ જતા મહા મુશીબતે જેસીબી બોલાવી બહાર કઢાયું
પાવીજેતપુર તાલુકામાં સિહોદ ખાતે ભારજ નદીના પટમાં ટ્રેક્ટર ફસાઈ જતા જેસીબી મંગાવી, ટ્રેક્ટરને ખેંચીને મહા મુસીબતે બહાર કાઢવામાં આવ્યું હતું.
પાવીજેતપુર તાલુકાના સિહોદ ખાતે આવેલ ભારજ નદીના પુલનું શટલમેન્ટ થઈ જવાના કારણે રસ્તો બંધ થઈ ગયો છે, ત્યારે કપચી, સિમેન્ટનું મિક્સર મશીનને મોટીરાસલી બાજુથી ભારજ નદીના પાણીના પટમાં ઉતારી ટ્રેક્ટર દ્વારા ખેંચીને સામે બાજુ લઈ જઈ રહ્યા હતા તે સમયે ટ્રેક્ટર નદીના પટમાં ફસાઈ ગયું હતું. ટ્રેક્ટરને આગળ પાછળ કરી બહાર કાઢવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો પરંતુ પ્રયત્ન નિષ્ફળ જતા અંતે જેસીબી બોલાવી દોરડુ બાંધી મહા મુસીબતે ખેંચીને બહાર કાઢવામાં આવ્યું હતું. સામાન્ય રીતે નદીની રેતીમાં ટ્રેક્ટર ફસાતું હોતું નથી અને ત્રણ કિલોમીટરના સ્થાને ૩૫ કિલોમીટર ફરવાનું ન થાય તે આશયથી મિક્સર મશીનને ટ્રેક્ટર દ્વારા બાંધીને ભારજ નદી ક્રોસ કરવામાં આવી રહ્યું હતું તે સમયે ટ્રેક્ટર ફસાઈ જતા જેસીબી બોલાવી ટ્રેક્ટર ને બહાર કાઢવું પડ્યું હતું.
આમ, પાવીજેતપુર તાલુકાના ભારજ નદી ના પટમાં ટ્રેક્ટર ફસાઈ જતા જેસીબી દ્વારા બહાર કાઢવામાં આવ્યું હતું.