જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા ના જૂથળ ગામે રાત્રે  એક રહેણાંક મકાન માં આગ લાગવા ની ઘટના બનવા પામી હતી 

જૂથળ ગામે રહેતા જેન્તીભાઈ સેવરા ના મકાન માં રાંધણ ગેશ નો બાટલો લીકેજ થતા અચાનક આગ ભભૂકી હતી અને આગ વિકરાળ બની હતી ત્યારે આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી જ્યારે આસપાસ માં રહેતા સ્થાનિકો ભેગા થયા હતા અને આગ ને ઓલવવા નો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આગ ઓલવી શક્યા ન હતા ત્યારે કેશોદ ખાતે ના ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવતા કેશોદ ફાયર ફાઇટર ની ટિમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ ને કાબુમાં લીધી હતી 

રહેણાંક મકાન માં આગ લાગવાને કારણે ઘર માં રહેલ ઘરવખરી બળી અને ખાખ થવા પામી હતી જ્યારે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી 

પરતું આગ લાગવાને કારણે ઘરવખરી બળી જતા જેન્તીભાઈ સેવરા ને ઘણી નુકશાની થવા પામી છે

રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ) ---સંપર્ક :- 9925095750

આપની આસપાસ બનતી ઘટના કે પછી કોઈ દુર્ઘટના બને તો તેમની જાણ અમને કરશો અમે આપના સમાચાર પ્રદર્શિત કરીશુ