વાવ એક ગામમાં ગુરુવારે સવારે 7 બે યુવકોને ઘરમાં દોરડાથી બાંધી પરિવારના સભ્યો દ્વારા માર મારતાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.વાવ તાલુકાના એક ગામમાં વાવના માડકા ગામના બે યુવકોને ઘરમાં દોરડાથી બાધી ઘરના સભ્યો માર મારતા તેમજ એક મહિલા પણ ધોકાથી મારતી વીડિયોમાં દેખાય છે અને વીડિયોમાં તારા મોબાઈલમાં મેસેજ જો.
તેમજ મહિલાને પણ ઘરમાં ધમકાવી કોણ હતું ..? બોલ કોણ મેસેજ કરે છે..? તે બોલ તેમ કહી યુવકને માર મારી મોબાઈલ નંબર બોલાવી માડકા વાળાઓને બોલાવો તેમ કહી રહ્યા છે શું લેવા અહી આવ્યા હતો તેમ કહે છે.
બંને યુવકોને પગેથી સાંકળથી બાંધી લેવાયા હતા તેમ જ દોરીથી કમરના ઉપરના ભાગેથી બાંધી ક્યાંય ભાગી ન શકે તે રીતે બંને યુવકોની ધોલધપાટ કરવામાં આવી હતી. આ વિડીયો સમગ્ર વાવ તાલુકામાં ટોક ઓફ ટાઉન બન્યો હતો.