સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યો એ સુચના માર્ગદર્શન આપેલ કે સુરેન્દ્રનગર જીલ્લામાં બનતા ઘરફોડ ચોરી, વાહન ચોરી, લુંટ, ઘાડ સહિતના મિલ્કત વિરૂધ્ધના બનાવો અટકાવવા માટે તથા આવા ગુન્હાઓ આચરનાર ઇસમો વિરૂધ્ધ ખાસ એકશન પ્લાન તૈયાર કરી, વધુમાં વધુ ગુન્હાઓ ડીટેકટ કરવા સારૂ કાર્યવાહી કરવા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી સાહેબ નાઓને સુચના આપેલ.જે અન્વયે પોલીસ ઇન્સ. વી.વી.ત્રિવેદીનાઓએ પો.સબ.ઇન્સ. જી.એસ.સ્વામી, તથા એલ,સી.બી. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં સંધન પેટ્રોલીંગ ફરી ઘરફોડ ચોરી તથા વાહન ચોરીઓના ગુન્હા શોધી ચોર મુદામાલ કબ્જે કરવા અંગે જરૂરી સુચના/માર્ગદર્શન આપેલ, જે મુજબ એલ.સી.બી.ટીમ દ્વારા વઢવાણ પો.સ્ટે. વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરી વાહન ચેકીંગ દરમ્યાન એક ઇસમ શંકાસ્પદ રજી.નંબર વગરના કાળા કલરના સ્પ્લેન્ડર પ્લસ બ્લેક એડીશન મો.સા.સાથે નીકળતા મજકુર ઇસમને રોકી મજકુર ઇસમ દિપકભાઇ સ.ઓફ વિનોદભાઇ કાળુભાઇ જાદવ જાતે- અનુ.જાતી ઉ.વ.ર1 ધંધો-મજુરી રહે-ગણપતી ફાટસર કંકુપાર્ક પાછળ મફતીયુ પરૂ તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર મુળ ગામ.ચોકડી તા.ચુડા જી.સુરેન્દ્રનગર વાળા પાસેથી મળી આવેલ મો.સા.ની આર.સી.બુક કે આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહી હોવાની જણાવી ગલ્લા તલ્લા કરતા હોય જેથી મો.સા.ના પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી એન્જીન નંબર આધારે સાચો નંબર જોતા જી.જે.-13-બીસી-5100 વાળો હોવાનું જણાય આવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ચારેક પહેલા પહેલા વઢવાણ ગણપતિ ફાટસર કંકુપાર્ક પાસેથી એક મકાનના ફળીયામાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આવતા હોય જેથી કાળા કલરનું હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ બ્લેક એડીશન મો.સા.કી.રૂા.50,000/- ગણી સી.આર.પી.સી. કલમ મુજબ કાર્યવાહી કરી વઢવાણ પો.સ્ટે. સોપી આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.