ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં સમગ્ર દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની વિવિધ કાર્યક્રમો સાથે રંગે ચંગે ઉજવણી કરાઈ રહી છે સમગ્ર ગુજરાત સહિત હાલોલ તાલુકા ખાતે પણ મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં હાલોલ તાલુકાની અનેક ગ્રામ પંચાયતોમાં આજે વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં હાલોલ તાલુકાના અરાદ પટ્ટી પર આવેલ નાના માધાની મુવાડી ગ્રામપંચાયત ખાતે આજે ભારે ઉત્સાહભર્યા વાતવરણમાં ગ્રામ પંચાયતના નવા મકાન મુકામે મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત શીલા ફલકમ, માટી એકત્રીકરણ, પંચ પ્રાણના શપથ, ધ્વજવંદન તેમજ વૃક્ષારોપણ કરી અમૃતવાટિકા સહિતના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ, ડે.સરપંચ,પંચાયત સભ્યો તેમજ ગામના આગેવાનો યુવાનો અને તલાટી સહિત પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ,આગણવાડીની બહેનો તાલુકા પંચાયતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈએ સાથે મળીને મેરી માટી મેરા દેશ અભિયાન હેઠળ યોજાયેલા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત હાલોલ તાલુકામાં આવેલી અનેક ગ્રામ પંચાયતોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/08/nerity_47d5f1f3c57648d604bf0abf5efe81a0.jpg)