થાનગઢ પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.ઇન્સ. આઇ.બી.વલવીને અગાઉથી ખાનગી રાહે બાતમી મળેલ કે થાનગઢ ધોળેશ્ર્વર મંદિર પાછળ હરદેવસિંહ ઉર્ફે મુન્નાભાઇ ઝાલાનાઓ પોતાના રહેણાંક મકાને પોતાના અંગત ફાયદા સારૂ પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે.જે મળેલ બાતમીથી એએસઆઇ જે.આર.પટેલ તથા પોલીસ સ્ટાફના માણસોને સમજ કરી હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા દશ ઇસમો ધોળેશ્ર્વર મંદિર પાછળ મકાને ગંજી પાના તથા પૈસા વડે પૈસાની હારજીતનો જુગાર રમતા હતા જે પૈકી દશ ઇસમો સ્થળ પર પકડાઇ ગયેલ જેઓની પાસેથી રોકડા રૂા. 91,100 તથા મોબાઇલ નંગ 10 કિ. 83500 તથા મોટર સાયકલ નંગ ર કિ. રૂા.45000 તથા ગંજીપતાના પાના મળી કુલ કિ.2,19,600નો મુદામાલ કબ્જે કરી જુગાર રમતા દશ આરોપી પકડાઇ ગયેલ જે દશેય આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ 4,5 મુજબ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આરોપીઓ હરદેવસિંહ ઉર્ફે મુન્નાભાઇ નવુભા ઝાલા જાતે ગરાસીયા દરબાર ઉ.વ.37, આશીષભાઇ રાજેન્દ્રભાઇ રાવલ જાતે બ્રાહ્મણ ઉ.વ.22, પાર્થભાઇ ચંદ્રકાંતભાઇ તેરૈયા જાતે રાજગોર બ્રાહ્મણ ઉ.વ.31, સુરેશભાઇ દલસુખભાઇ જાદવ જાતે મોચી ઉ.વ.47, સુર્યપ્રકાશપરી તુલશીપરી ગોસ્વામી જાતે સાધુ ઉ.વ.59, કુલદીપસિંહ હસમુખસિંહ રાણા જાતે ગરાસીયા દરબાર ઉ.વ.38, નિમિશભાઇ રમેશભાઇ શાહ જાતે જૈન ઉ.વ.પ1, અલ્પેશભાઇ ગુણવંભાઇ તૈરેયા જાતે રાજગોર બ્રાહ્મણ ઉ.વ.47 ભુપેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાતે ગરાસીયા દરબાર ઉ.વ.4પ, કેયુરભાઇ ઉર્ફે ચિમ્પુ જસવંતભાઇ શાહ જાતે જૈન ઉ.વ.37 રહે. થાનગઢ તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર.