ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામે પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી

ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામે પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ ને વિશ્વ સિંહ દિવસની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ત્યાર બાદ ગામની શેરીઓમાં સિંહના મ્હોરા પહેરી વિશ્વ સિંહ દિવસ પ્રસંગો અનુસાર સૂત્રોસાર રેલીનું આયોજન કરવામાં અને આવ્યું હતું.આ રેલીમાં જોડાયેલા ગામના નાગરિકોને પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.ત્યારબાદ શાળામાં વિશ્વ સિંહ દિવસ વિશેનું વતવ્ય શાળાના આચાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું.અંતમાં સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે ટેલિવિઝન દ્વારા શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,કપિલભાઈ ઉપાધ્યાય,ધર્મેશભાઈ તેમજ ગામમાંથી વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.