ભિલોડા તાલુકાના જાબચિતરીયા ગામના માનવ કલ્યાણ ટ્રસ્ટ કન્યા છાત્રાલયની છાત્રા દ્વારા ભયભીત અવસ્થામાં રેલી સ્વરૂપે મોડાસા સેવા સદન ખાતે આવી જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપ્યું

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જાબચિતરીયા ગામે માનવ કલ્યાણ ટ્રસ્ટ નું 1998 થી કન્યા છાત્રાલય આવેલું છે

કન્યા છાત્રાલયની નજીક જોગી સમાજ ના રહેણાંક મકાનો આવેલા છે તારીખ 10 ઓગસ્ટ ની રોજ જોગી સમાજમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું

મહિલાનું મોત નીપજતા જોગી સમાજ દ્વારા કન્યા છાત્રાલયના મુખ્ય ગેટ ની આગળ જ દફનવિધિ કરાઈ હતી

કન્યા છાત્રાલયના મુખ્ય ગેટ આગળ દફનવિધિ કરાતા છાત્રાઓ‌માં ભયનો માહોલ સર્જાયો હતો

કુમળી વયની છતરાઓની નજર સમક્ષ છાત્રાલય અગાડ પહેલીવાર દફનવિધિ કરાતા છાત્રાઓ ભયભીત થઈ ઉઠી હતી

ટ્રસ્ટના સંચાલકો દ્વારા જોગી સમાજના લોકોને છાત્રાલય આગળ દફનવિધિ ન કરવા સમજાવવામાં આવ્યા હતા પરંતુ જોગી સમાજના લોકો બળજબરી અને ઇરાદાપૂર્વક છાત્રાલયની આગળ જ દફનવિધિ કરી હતી

જેને લઇ છાત્રાઓ દ્વારા મોડાસા જિલ્લા સેવા સદન ખાતે રેલી સ્વરૂપે આવી જિલ્લા કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપી રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ન્યાય આપવાની માંગ કરી હતી