આજે વિશ્વ સિંહ દિવસ  છે  સિંહ એ જંગલ નો રાજા કહેવાય છે  જ્યારે એશિયાઈ સિંહો માત્ર ભારત ના જંગલો માં જ જોવા મળે છે અને તેને ગીર ની શાન પણ ગણવામાં આવે છે જ્યારે ગીર નું પ્રવેશ દ્વાર માળીયા (હા) શહેર ને માનવામાં આવે છે ત્યારે આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા સહિત જિલ્લા માં વિશ્વ સિંહ દિવસ નિમિતે મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું  ત્યારે વિવિધ સ્કૂલોના બાળકો દ્વારા જગલ અને પ્રાણીઓ ની વિવિધ વેશ ભૂંસાઓ ધારણ કરી ને લોકો ને જંગલ અને જંગલ ના પ્રાણીઓ માટે જાગૃત થવા પ્રેરણા આપી હતી 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ત્યારે માળીયા હાટીના શહેર માં પણ વિવિધ સ્કૂલો દ્વારા અંદાજીત 500 થી 600 બાળકોએ ભાગ લીધો હતો અને માળીયા હાટીના શહેર ની બજારો માં રેલી યોજી હતી  અને લોકો ને ગીર અને વન્ય પ્રાણીઓ પ્રત્યે મિત્ર બની જાગૃત થવા અપીલ કરી હતી 

રિપોર્ટ :- પરેશ વાઢીયા - સંપર્ક -9925095750