જ્યોતિ હાઇસ્કૂલ ખેડબ્રહ્મા મેરી -મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ

સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા મુકામે ભારત સરકાર દ્વારા આયોજિત મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત જુદી જુદી સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ. આ ઉપરાંત 15 ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે બાળકો દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવેલ. જેમાં બાળકો હાથમાં તિરંગા સાથે જોડાયા હતા અને બાકીના બાળકો એ દીપ પ્રગટાવેલ કોડિયા હાથમાં રાખેલ.. સમગ્ર તિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્રભક્તિના ગીતો વગાડવામાં આવતા હતા. આ બધી જ સ્પર્ધાઓને સફળ બનાવવા માટે શ્રી અમૃતભાઈ માળી શ્રી અજીતસિંહ દેવડા શ્રી એસપી પટેલ શ્રી સુષા પટેલ સહયોગી બન્યા હતા. શાળાના આચાર્યશ્રી સુરેશકુમાર એસ પટેલ પણ જોડાયા હતા અને સુપરવાઇઝર શ્રી આર પી વાલા એ સૌનો આભાર માનેલ.