સાવરકુંડલામાં વિશ્વ સિંહ દિવસની ભવ્યાતિ ભવ્ય મહારેલી કાઢવામાં આવી હતી..
સાવરકુંડલા શહેરે એક અનોખો વિક્રમ સ્થાપિત કર્યો. આજરોજ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે શહેરની તમામ સ્કુલોનું ગેધરીંગ જે.વી. મોદી હાઈસ્કુલના મેદાનમાં કરવામાં આવ્યું. વન વિભાગ નોર્મલ રેન્જ, વિસ્તરણ રેન્જ તથા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત મહારેલીમાં વિધાર્થીઓ, શિક્ષકો, પર્યાવરણ પ્રેમીઓ, પત્રકાર મિત્રો તથા અન્ય ની ઉપસ્થિતમાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે મહારેલીનું આયોજન થયું હતું આ કાર્યક્રમમાં ગીરને લગતાં ચારણી સાહિત્યની રમઝટ રણધીરભાઈ વિછીયા અને જાગૃતભાઈ વરિયા દ્વારા બોલવામાં આવી હતી. સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે શાળાના બાળકોને પ્રતિજ્ઞા લેવડાવવી, કાર્યક્રમનો પ્રારંભ સ્વાગત વિધિથી કરવામાં આવેલ. આ કાર્યક્રમના દીપ પ્રાગટય વિધીમાં ડી.વાય.એસ.પી વોરા સાહેબ, સાવરકુંડલા ટાઉન પી.આઈ. સોની સાહેબ, રવિયા સાહેબ, શહેરના પર્યાવરણ પ્રેમીઓ, શૈક્ષણિક જગતના અધિકારી તથા શિક્ષક ગણ વન વિભાગના કર્મચારીગણની ઉપસ્થિતિમાં મંચ પર કરવામાં આવેલ. આજે સાવરકુંડલા જાણે સિંહમય થયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. આ સંદર્ભે મંચ પરથી વક્તાઓએ સિંહ સંવર્ધન અને સિંહની ઉપયોગીતા વિશે રોચક વક્તવ્ય આપેલ. મંચ પરથી સિંહનાદ રૂપે સૂત્રોચ્ચાર થયાં ત્યારબાદ ઉપસ્થિત તમામ રેલી સ્વરૂપે સાવરકુંડલા શહેરમાં નીકળેલી આ મહારેલીનું પ્રસ્થાન સાવરકુંડલા - લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, સિંહપ્રેમી મંગળુભાઈ ખુમાણ, હાજી દિલાવરખાન પઠાણ, વન વિભાગ નોર્મલ રેન્જ સાવરકુંડલા આર.એફ.ઓ. ચાંદુ સાહેબ, વિસ્તરણ રેન્જના આર.એફ.ઓ. બી.ડી. ચાંદુ સાહેબે લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું. બાળકોએ સિંહની મુખાકૃતિ ધારણ કરીને ભવ્યાતિભવ્ય મહારેલી કાઢી જેમાં શહેરના લોકોને પણ સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે જાગૃત કરવાના ઉદ્દેશ્યથી બાળકો દ્વારા વિવિધ સિંહને લગતાં સૂત્રોચ્ચાર કરી. આ કાર્યક્રમ અંતર્ગત વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના મિત્રોના સહયોગ અને મહેનતથી કાર્યક્રમ સફળતાપૂર્વક કરવામાં આવ્યો. સાવરકુંડલા શહેરે વિશ્વ સિંહ દિવસની ગરિમામય ઉજવણી કરી એક અનોખો કિર્તિમાન સ્થાપિત કર્યો હતો.. ખરેખર નાવલી નદીનું ખમીર આ દિવસે ઝળકી ઉઠ્યું હતું.
રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા