સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી. સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે વિશ્વ સિંહ દિન ઉજવણી કરવામાં આવી જેમાં ખડસલી પ્રાથમિક શાળા તેમજ લોકશાળા ખડસલી અને પશુપાલન પોલિટેકનિક ખડસલી ના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી રેલી પૂર્ણ થયા બાદ તમામ વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહી શપથ ગ્રહણ કર્યા ત્યારબાદ લોકશાળા ખડસલીના પાંચ વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ સિંહ દિનનિમિત્તે નિબંધ રજૂ કર્યા ત્યારબાદ પ્રવીણભાઈ પટેલ દ્વારા વિશ્વ સિંહ દિન નિમિત્તે તેનું મહત્વ અને ગ્રામ્ય વિસ્તારોમાં લેવાતિ તકેદારી અને સિંહનું જતન થાય તેની તકેદારી ના ભાગરૂપે અને સિંહની વસ્તી વધે તે અંગે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું.
આ કાર્યક્રમમાં ખડસલીની પ્રાથમિક શાળાના આચાર્ય જયેશભાઈ નીનામા તેમજ કિરીટભાઈ રાઠોડ તેમજ લોકશાળા ખડસલીના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ નાનજીભાઈ મકવાણા તેમજ ગોવાભાઇ ગાગિયા, પ્રતિકભાઈ પટેલ, મનજીભાઈ તેમજ પશુપાલન પોલિટેકનિક ના પ્રોફેસર ડોક્ટર સુમન ત્રિવેદી ઉપસ્થિત રહી વિશ્વ સિંહ દિન ના ભાગરૂપે અત્યારની અને ભાવિ પેઢી ના માર્ગદર્શક રૂપે આ વિશ્વ સિંહ દિનની ઉજવણી કરવા માં આવે
રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા