પાટડી તાલુકાની છત્રોટ પ્રાથમિક શાળા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિંહની સંખ્યામાં વધારો થાય એ માટે અને લોકોમાં સિંહ વિશે જનજાગૃતિ આવે તે માટે શાળા દ્વારા ગામમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.પાટડી તાલુકાની છત્રોટ પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વમાં સિંહની જાતિ લુપ્ત થઈ રહી છે, ત્યારે સિંહની સંખ્યામાં વધારો થાય એ માટે અને લોકોમાં સિંહ વિશે જનજાગૃતિ આવે તે માટે શાળા દ્વારા ગામમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શાળાના દરેક વિદ્યાર્થીઓને સિંહના મોહરા પહેરાવીને રેલી કાઢવામાં આવી હતી.આ રેલી દ્વારા ગ્રામજનોમા એવો સંદેશો આપવામાં આવ્યો કે, ગુજરાતનો સાવજ એટલે ગીરનો સાવજ, ગુજરાતનો સિંહ એટલે આપણો સિંહ તેમજ સિંહ વિશે જરૂરી પ્રતિજ્ઞા લેવડાવવામા આવી હતી. શાળાના બાળકોને ટીવીના માધ્યમ દ્વારા સિંહના જીવન પરિચય વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. છત્રોટ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, ગામલોકો, તમામ શિક્ષક ગણ અને આચાર્ય દ્વારા હર્ષભેર વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.