આઝાદીના અમૃત મહોત્સવના સમાપન માસ અને સ્વાતંત્ર્ય પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને રાષ્ટ્રની માટીને વંદન કરવાના હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 'મારી માટી, મારો દેશ - માટીને નમન, વીરોને વંદન' અભિયાનનો આજથી પ્રારંભ થયો છે. આ અભિયાન અંતર્ગત આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા તાલુકાનાં ભૃગુપુર ખાતે સ્વાતંત્ર્ય સેનાની શ્રી મણીલાલ કોઠારીની 133મી જન્મજયંતી નિમિત્તે તેઓની પુણ્યસ્મૃતિમાં રેખાચિત્ર અને ઈતિહાસને આલેખતી 4.5 x 3.5 ફૂટની કલાત્મક તકતીનું ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણા અને જિલ્લા કલેકટરશ્રી કે.સી સંપટ સહિતના મહાનુભાવોના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદબોધન કરતા ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ભારત માતાની સેવા અને સ્વતંત્રતા કાજે તેના અનેક વીર સપૂતોએ પોતાનું જીવન સમર્પણ કર્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગવી પહેલને બિરદાવતા કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવનું સમાપન થઈ રહ્યું છે ત્યારે 'મારી માટી, મારો દેશ' - માટીને નમન, વીરોને વંદન' અભિયાન દેશની આઝાદી માટે યોગદાન આપનાર વીર શહીદોને યાદ કરવાનો અવસર છે, શહીદોને વંદન કરવાનો અવસર છે. ભૃગુપુર ગામના સ્વાતંત્ર્ય સેનાની મણીલાલે ગાંધીજી અને સરદાર પટેલ સાથે આઝાદીની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેઓએ ચળવળ દરમિયાન ફંડ ભેગુ કરવાનાં કાર્ય સહીતની દેશની આઝાદી માટેની પ્રવૃતિઓમાં અગ્રેસર રહી સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આજથી ૩૧ ઓગસ્ટ સુધી ચાલનાર આ અભિયાનના પ્રથમ દિવસે ભૃગુપુર ગામ ખાતેથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે તે આ ગામ માટે ગૌરવની વાત છે.વધુમાં સ્વતંત્ર સેનાની શ્રી મણીલાલે આપેલ યોગદાનને બિરદાવતા તેમણે તેમને ગુજરાતનું ગૌરવ ગણાવ્યું હતું. ઉપરાંત શ્રી ઝવેરચંદ મેઘાણીને યાદ કરતા તેમના યોગદાનને પણ બિરદાવ્યું હતું. મંત્રીશ્રીએ સરકારના આ અભિયાનમાં સર્વેને સહભાગી બનવા આહવાન કર્યું હતું. જિલ્લા કલેકટરશ્રી કે.સી.સંપટે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આપણો દેશ લોકશાહી દેશ છે. દેશની આઝાદી માટે બલિદાન આપનાર અનેક વીર સપૂતોને આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે યાદ કરવાનો આ સુઅવસર છે. સ્વાતંત્ર્ય સેનાનીઓએ કરેલા બહાદુરીપૂર્વકના કાર્યોને યાદ કરવાથી નવી પેઢીને પણ વીર સપૂતોનો પરિચય થશે. મણીલાલને સ્વાતંત્ર ચળવળમાં ફંડ ઉઘરાવવાના કાર્ય માટે ગાંધીજીએ 'રાષ્ટ્રીય ભિક્ષુક' નું બિરૂદ આપ્યું હતું તે વાત જણાવી જિલ્લામાં પ્રથમ કાર્યક્રમ ભૃગુપુર ખાતે થયો તે જિલ્લા માટે ગૌરવની વાત છે તેમ કહ્યું હતું. વધુમાં શ્રી કે.સી.સંપટે પ્રગતિની હરોળમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને ભૂલવું ન જોઈએ તેવું સૂચન કર્યું હતું. મણિલાલ પરિવારના સભ્ય શ્રી અક્ષયભાઈ શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે,મણીલાલનો ભૃગુપુર ગામ ખાતે જન્મ થયો એ ગૌરવની વાત છે. તેઓને ધારાશાસ્ત્રી, વકીલાતની નોકરી મળતી હતી એમ છતાં તેઓ ગાંધીજી અને સરદાર પટેલ સાથે આઝાદીના કામમાં જોડાયા હતા. વીરમગામ સત્યાગ્રહમાં તેઓને આગેવાની આપવામાં આવી હતી. મા ભોમ માટે કાર્ય કરનાર સ્વાતંત્ર્ય સેનાની મણીલાલે જે યોગદાન આપ્યું તે બદલ સરકારશ્રી દ્વારા આજ તેઓને ખૂબ મોટું સન્માન મળ્યું છે એ અમારા પરિવાર માટે અને દેશ માટે ગૌરવની વાત છે. આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ મિલેટ્સ વર્ષની ઉજવણી સંદર્ભે ગામ લોકો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને મિલેટ્સ (જાડા ધાન્ય)ની ટોપલી અર્પણ કરી આવકારવામાં આવ્યા હતાં. કાર્યક્રમની શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરના ફૂલગામમાં આંતકવાદીઓ સાથે અથડામણમાં મા ભારતીની રક્ષા કાજે 25 વર્ષની યુવા વયે વીરગતિ પામનાર ચુડા તાલુકાના મોજીદડ ગામના મૂળ વતની શહીદ વીર મહિપાલસિંહ પ્રવીણસિંહ વાળાને મૌન પાળીને શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. પ્રસંગે લોકગાયક અભયસિંહ રાઠોડ દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત શોર્ય અને દેશ પ્રેમના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની પણ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાની મણીલાલ કોઠારીના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રાકૃતિક ખેતીના સમર્થક નારાયણભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વધુમાં કાર્યક્રમ દરમિયાન 'મારી માટી, મારો દેશ' અભિયાન અંતર્ગત અમૃતવન ખાતે શીલા ફલકમ કરવામાં આવ્યું હતું તેમજ કળશમાં માટી ભરી મહાનુભાવો દ્વારા ગામના સરપંચશ્રી તથા તલાટીશ્રીને અર્પણ કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિત સર્વે પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમના અંત ભાગમાં સ્વાતંત્ર્ય સેનાની મણીલાલ કોઠારીના પરિવારજનોના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તથા રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. એન. મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જી. એ. પંડ્યા, મદદનીશ કલેકટર શ્રી હિરેન બારોટ,અગ્રણીશ્રી પિનાકીભાઈ મેઘાણી અને ડો. અક્ષયભાઈ શાહ,મણિલાલ કોઠારીના પરિવારજનો શ્રી અનારબેન અક્ષયભાઈ શાહ, શ્રી કિશોરભાઈ શેઠ તેમજ શ્રીવિરાટ ભાઈ કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આજથી ૩૧ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં 'મારી માટી મારો દેશ - માટીને નમન વીરોને વંદન' અભિયાન ચાલશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
नहरी पानी की मांग को लेकर किसानों का संभागीय आयुक्त कार्यालय पर धरना, सौंपा ज्ञापन
क्षेत्र के किसान प्रतिनिधियों ने खरीफ की फसल के लिए 1जुलाई से नहरों में पानी प्रवाहित करने के लिए...
অম্বাপ্ৰিয়া চৌধুৰী হাইস্কুলৰ হাতে লিখা আলোচনী 'নৱদীপ’ উন্মোচন
নলবাৰী জিলা প্ৰতিষ্ঠা দিৱসৰ লগত সংগতি ৰাখি জিলাখনৰ অন্তৰ্গত বিদ্যালয় সমূহৰ মাজত হাতে লিখা আলোচনী...
জিলা পৰিষদৰ বিনামূলীয়া দূৰভাষ নম্বৰ মুকলি
জিলাখনৰ অধীনৰ প্ৰধানমন্ত্ৰী আৱাস যোজনাৰ বিষয়ে যিকোনো অভাৱ অভিযোগৰ সম্পৰ্কে সবিশেষ জানিবৰ বাবে...
সোণাৰিত আৰক্ষীৰ "হৰ ঘৰ ত্ৰিৰংগা"ৰ সজাগতা
সোণাৰিত আৰক্ষীৰ "হৰ ঘৰ ত্ৰিৰংগা"ৰ সজাগতা।
সোণাৰিত আৰক্ষীৰ সজাগতা , শান্তি আৰু সমন্বয়ৰ...