રાણપુરના અલમપુર ગામે ખુલ્લી જગ્યામાં 10 શખ્સો જુગાર રમી રહ્યા હતા ત્યારે દરોડામાં 9 શખ્સો ઝડપાઈ ગયા હતા જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. 31 હજાર રોકડ આઈ ફોન સહિત રૂા. 56 હજારનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે ગુનો દાખલ કરાયો છે.રાણપુર પોલીસે ઉપરી અધિકારીની સુચના મુજબ દારૂ જુગારની પ્રવૃત્તિ અંકુશ કરવાના હેતુસર બાતમીના આધારે રાણપુર તાલુકાના અલમપુર ગામે ખુલ્લી જગ્યામાં કુંડાળુ વાળી જુગાર રમતા 9 ઇસમોને રોકડ રકમ કુલ 31,230 તથા આઇ ફોન રૂા. 25,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જેમાં (1) રસિકભાઈ રાઘવભાઈ ઝાલા ઉ.વ. 47 રહે. અલમપુર તા.રાણપુર જિ.બોટાદ, (2) રસિકભાઈ લધુભાઈ ઝાલા ઉ.વ. 41 રહે. અલમપુર, (3) અશ્વિનભાઈ ગોરધનભાઈ સાંકળીયા ઉ.વ. 38 રહે. અલમપુર, (4) બાબુભાઈ લવજીભાઈ મકવાણા ઉ.વ. 40 રહે. બોડિયા તા.રાણપુર જિ.બોટાદ, (5) અતુલભાઇ જીલુભાઈ કબીરા ઉ.વ. 40 રહે. નાગનેશ તા.રાણપુર જિ.બોટાદ, (6) રમેશભાઈ હીરાભાઈ બાવળીયા ઉ.વ. 29 રહે. ચંદરવા તા.રાણપુર જિ.બોટાદ, (7) રામસીંગ સોબરનસિંગ ચૌહાણ ઉ.વ. 45 રહે. ભાવનગર રોડ ફાટક પાસે ઝવેરનગર- બોટાદ, (8) કિરનભાઈ માવજીભાઈ કુકડીયા ઉ.વ. 36 રહે. ભદ્રાવાળી- બોટાદ, (9) કેવલભાઈ રસિકભાઈ ઝાલા ઉ.વ.24 રહે. અલમપુર તા.રાણપુર જિ.બોટાદ તમામ નવ શખ્સો પકડાયા હતા. જ્યારે (10) સુરેશભાઈ દેવકુભાઈ ખાચર રહે. ચંદરવા તા. રાણપુર જિ. બોટાદ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. તમામ 10 શખ્સો સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ રાણપુર પીએસઆઇ એસ.જી. સરવૈયા ચલાવી રહ્યા છે.