સુરેન્દ્રનગર જિલ્લો ગાંજા સપ્લાયનું નેટવર્ક બન્યો છે. ત્યારે ભોજપરીમાં ગાંજાનું ખેતર ઝડપાયા બાદ ચોટીલાના આણંદપર ગામ તરફ થી ગાંજાનો જથ્થો લઈને જતા આધેડની અટકાયત કરાઇ છે. ચોટીલા નજીક આવેલ આણંદપર થી ગોંડલ તરફ ગાંજાનો જથ્થો લઈ જવામાં આવતો હતો. ભોજપુરી ગામે ગાંજાનું વાવેતર કાલે સાંજે પોલીસે ઝડપી લીધું હતુંઅને 7 કિલો 470 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં ધજાળા ભોજપરી સહિતના વિસ્તારો માંથી ગાંજાના જથ્થા સાથે ઈસમો ઝડપાયા છે. સુરેન્દ્રનગર ગાંજા સપ્લાયનું હબ બન્યું છે.રાજકોટ પોલીસ ગાંજાના જથ્થા સાથે જે આરોપીને પકડે અને પૂછે કે ગાંજો ક્યાં થી લાવ્યો - જવાબ એક જ મળે કે સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સુધરે અને ખાસ કરીને નશા વાળા પદાર્થનું વેચાણ અટકે તે પ્રકારના પ્રયાસો પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છેત્યારે તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ગાંજા નું વાવેતર અને વેચાણ થતા હોવાના કિસ્સાઓ તાજેતરમાં સામે આવ્યા છે ત્યારે આ મુદ્દે સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ગાંજાનો જથ્થો વાવેતર ઝડપી પાડી અને ઝડપાયેલા ઇસમો સામે એનડીપીએસ અંતર્ગત ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 13 દિવસમાં ત્રણથી વધુ સ્થળે ગાંજાના જથ્થા સાથે સુરેન્દ્રનગર એસ ઓ જી પોલીસ દ્વારા ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છેત્યારે ગઈકાલે તો સુરેન્દ્રનગર જિલ્લાના ભોજપુરી ગામની સીમમાંથી તો લીલા ગાંજાનું ખેતર સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે ઝડપી લીધું છે. ત્યારે આ મુદ્દે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે એક ઈસમની અટકાયત પણ કરવામાં આવી છે અને ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે લીલા ગાંજાનું વાવેતર કરી અને રાતો રાત કરોડપતિનું સપનું જોતા એક ઈસમની અટકાયત કરી લઈ અને આ મુદ્દે કાર્યવાહી સુરેન્દ્રનગર એસ ઓ જી પોલીસે હાથ ધરી છે.પરંતુ છેલ્લા 13 દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી લીલા ગાંજા થતાં સૂકા ગાંજા નો જથ્થો સપ્લાય થતા હોય તેવા કિસ્સા પણ સામે આવ્યા છે ત્યારે ખાસ કરીને જે રાજકોટ એસ.ઓ.જી પોલીસ છે તે કોઈપણ સ્થળેથી ગાંજાનો જથ્થો ઝડપે અને આરોપીની પૂછપરછ હાથ ધરે તો તે આરોપી એક જ જવાબ દઈ રહ્યો છે કે આ ગાંજો હું સુરેન્દ્રનગરથી લાવ્યો છું આ અંગે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ગ્રામીણ વિસ્તારો આવેલા છે ત્યાં નસીલા પદાર્થનું વેચાણ થતા હોય તેવા કિસ્સા અને બનાવો સામે આવ્યા છે.