તુલસીશ્યામ રેન્જ અંતર્ગત આવતા ભાણીયા રાઉન્ડ તેમજ તિંબરવા રાઉન્ડ સયુંકત ઉપક્રમે ભાણીયા પ્રા. શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી.
આ તકે ટિમ્બ્રવા રાઉન્ડનાં ફોરેસ્ટર હરદિપભાઈ વાળા, ભાણીયા રાઉન્ડ ફોરેસ્ટર વિપુલભાઈ પુરોહિત, ફોરેસ્ટ ગાર્ડ સાગરભાઈ હાટગરડા, હમીરભાઇ કોબાડ, પ્રવિણભાઇ બારૈયા, શાળા સ્ટાફ કેતનભાઈ ગોધાણી, ગજેરા રાજેશભાઈ, મધુભાઈ , જીતુભાઈ,ગ્રામ પંચાયત સરપંચ, સદસ્યો અને ગામના આગેવાનો વગેરે હાજર રહી, રેલી કાઢવામાં આવી, અને વકૃત્વ સ્પર્ધા કરવામા આવી જેવાં કાર્યક્રમો કરી સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી.