ડીસામાં ચેક રીટર્ન કેસમાં નામદાર કોર્ટે ગઈકાલે એક મહિલાને એક વર્ષ કેદની સજા ફટકારી હોવાની ઘટના સામે આવી છે. તેમજ ચેકની રકમ 30 દિવસમાં જ ફરિયાદીને ચૂકવવાનો આદેશ કર્યો હતો અને જો નાણાં ન ચૂકવે તો વધુ છ માસ કેદની સજાનો હુકમ કર્યો છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસામાં અભય સોસાયટી ખાતે રહેતા સિધ્ધરાજ પુરોહિત ગુરુ ઇન્ટરનેશનલના પ્રોપરાઈટર છે અને વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે તેમના મિત્ર રવિભાઈ ઠક્કરની ઓળખાણથી હિંગળાજ ફ્લેટ ખાતે રહેતા ચંદ્રિકાબેન પુજારાને પૈસાની જરૂર હોય પાંચ લાખ રૂપિયા ઉછીના હતા. 2018ની સાલમાં ઉછીના આપેલા નાણાં 6 મહિનામાં પરત આપવાનું વચન આપ્યું હતું.

ત્યારબાદ છ મહિના સુધી તેમણે લીધેલા નાણા પરત ન આપતા સિધ્ધરાજભાઈએ ઉઘરાણી કરતા ચંદ્રિકાબેન એ ત્રણ લાખ રૂપિયાનો ચેક આપી ગમે ત્યારે બેંકમાં નાખી પૈસા લેવાનું કહ્યું હતું. જેથી સિધ્ધરાજભાઈએ બેન્કમાં ચેક ભર્યો હતો, પરંતુ બેલેન્સ ન હોવાના કારણે ચેક બાઉન્સ થયો હતો.

જેથી સમય મર્યાદામાં પૈસા પરત ના આપતા અને બેંકમાં બેલન્સ ન હોવા છતાં ચેક આપી છેતરપિંડી આચરતા સિધ્ધરાજ રાજપુરોહિતે ચંદ્રિકાબેન પુજારા સામે ફરિયાદ કરી હતી. જે કેસ ડીસાની નામદાર કોર્ટમાં ચાલી જતા તમામ સાક્ષી અને પુરાવાઓને ધ્યાને રાખી ત્રીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જગદીશ પ્રજાપતિએ આરોપીને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 255-2 અન્વયે નેગોસીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબના ગુન્હામાં શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન ઠરાવી એક વર્ષ સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.તેમજ આરોપીને 3.25 લાખ રૂપિયા વળતર પેટે 30 દિવસમાં ફરિયાદીને ચૂકવવા અને જો નાણાં ન ચૂકવે તો વધુ છ માસ સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.