જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરનાં પ્રેસિડેન્ટ કૃણાલભાઈ મહેતાનાં જણાવ્યા મુજબ જૈન સોશ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા આયોજિત તેમજ જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશન સૌરાષ્ટ્ર રીજિયનનાં સેવા સપ્તાહ નિમિતે સુરેન્દ્રનગર જનતાને લાભ મળે તે હેતુથી "મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ", બ્લડ ડોનેશન કેમ્પ, આયુષ્યમાન કાર્ડ નું તારીખ: 13-08-2023 ને રવિવાર ના રોજ તિરુપતિ ઇન્ટરનેશનલ સ્કૂલ (અલ્ટ્રા વિઝન), ઘર હો તો ઐસા કમ્પાઉન્ડ, રેલ્વે ઓવરબ્રિજ ની પાસે, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં વિવિધ રોગોના નિવારણ માટે નિષ્ણાત ડોક્ટરોની ટીમ યોગ્ય નિદાન કરી આપશે. ઘૂંટણ ઘસારા અને દુ:ખાવો, ઓર્થોપેડિક તકલીફ, ન્યુરો સર્જન, હર્દયની તકલીફ, મોઢાના કેન્સર, કેન્સર, સ્કીન અને કોસકેટીક સર્જરી, કીડની, પેટ, લીવરની તકલીફ, સ્ત્રી રોગના નિદાન વગેરેના સ્પેશીયાલીસ્ટ ડોકટરો નિદાન માટે આ કેમ્પમાં આવી રહ્યા છે.આપની જરૂરિયાત પ્રમાણે ફોર્મ નીચે આપેલ સ્થળ પર મળી જશે અને તે જ સ્થળ પર પરત કરવાનું રહેશે..તદુપરાંત બ્લડ ડોનેશન ર્દદીને ઈમરજન્સીમાં બ્લડની જરૂરિયાત પૂરી પાડવામાં મદદરૂપ થાય છે તેના માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.સાથે આયુષ્યમાન કાર્ડમાં સુધારા વધારા તથા નવા આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવશે. વધુ વિગત માટે પ્રોજેક્ટ ચેરમેન સંજયભાઈ સંઘવીનો કોન્ટેક્ટ કરી શકશો - 93777 10075

ફોર્મ મેળવવાનું સ્થળ:

1. મહેતા મોબાઈલ :- ટાવર રોડ, પોલીસ સ્ટેશન સામે, સુરેન્દ્રનગર

2. સંઘવી મેડીકલ સ્ટોર :- 19, મેડીકેર કોમ્પ્લેક્ષ, એવન ઓટો ગેરેજ પાસે,

3. શ્રેણિક એન્ટરપ્રાઈઝ :- મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ, જવાહર રોડ, સુરેન્દ્રનગર

4. પંકીલ બેંગલ્સ :- કોઠારી બાલમંદિર સામે, વાડીલાલ ચોક, સુરેન્દ્રનગર

5. રિદ્ધી અજેન્સી :- 40, સ્વસ્તિક સોસાઈટી, સ્વસ્તિક ચોક, સુરેન્દ્રનગર

6. મોર્ડન સ્ટોર :- સિકંદર સિંગ સામે, મેઈન રોડ, સુરેન્દ્રનગર

7. ચામુંડા ગેસ એજન્સી :- અંદરબ્રીજ પાસે, જોરાવરનગર