સુરતના સરથાણામાં પ્રાણી સંગ્રહાલય નજીક આવેલ બીઆરટીએસ બસ સ્ટોપ ઉપર આવી પહોંચેલી બસમાં શાળા અને કોલેજ જતા વિદ્યાર્થીઓ પૈકી કેટલાક જેવા બસમાં ચડ્યા કે બસ સળગવા મંડતા વિદ્યાર્થીઓ બસ બહાર નીકળી જતા સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

વિગતો મુજબ સુરતના સરથાણા વિસ્તારમાં સવારે શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં બીઆરટીએસ બસનો ઉપયોગ કરે છે દરમિયાન આજે સવારે રાબેતા મુજબ શાળા અને કોલેજ જવાના સમય દરમિયાન બીઆરટીએસ બસમાં કેટલાક વિદ્યાર્થીઓ બસમાં બેસી પણ ગયા હતા અને બાકીના નીચે હતા તે વખતે બસમાં ધુમાડો નીકળતા વિદ્યાર્થીઓ બસમાંથી નીચે ઉતરી ગયા હતા અને જોતજોતામાં બસ સળગી ઉઠી હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂને લીધી હતી.

આગનું કારણ જાણી શકાયું ન હતું.

આ ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.