સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વડગામ ગામે આવેલા સિકોતર માતાજીના મંદિર ખાતે માત્ર દસ વર્ષની બાળકી કોમલ પ્રવીણભાઈ સુરેલાને ગરમ સોયના ડામ આપવાની ઘટના બની હતી જેને લઇને સમગ્ર ગુજરાત રાજ્યમાં આ બાબતની અંધશ્રદ્ધાને લઇ અને ભારે ચર્ચાઓ જાગી હતી ત્યારે અલીગઢ ગામે વસવાટ કરતા પ્રવીણભાઈ અને તેમના પરિવારજનોમાં કોમલ નામની દીકરી છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતી હોય અને નજીકમાં આવેલા વડગામ ખાતે આવેલા સિકોતર માતાજીના મંદિરે સકરીમાં નામની વૃદ્ધ મહિલા ગરમ સોયના દામ આપે તો સાજી થઈ જશે ની વાત હોય ત્યારે પરિવાર દ્વારા તેને સિકોતર માતાજીના મંદિરે લઈ જવામાં આવી હતી. ત્યાં તેને ગરમ સોયના ડામ આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કોમલ નામની 10 વર્ષની બાળકી બીમાર રહેતી હતી અને સાજી થઈ જવાની આશા સાથે સિકોતર માતાજીના મંદિરે સકરીમાં નામની જે મહિલા છે તેના દ્વારા ગરમ સોયના ડામ આપવામાં આવતા બાળકી કોમલની તબિયત વધુ પડતી લથડી હતી અને તેને સૌ પ્રથમ સુરેન્દ્રનગર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.ગરમ સોયના નામ આપવામાં આવ્યા હોવાના કારણે પેટના ભાગે તથા શરીરના અન્ય ભાગે કોમલ ગંભીર રીતે દાઝી ગઈ હતી ત્યારે તેની ચાર દિવસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી.ત્યારે દીકરીને ઉધરસ શરદી હોય અને છેલ્લા ઘણા સમયથી તે મટતી ન હોવાના કારણે પરિવાર અંધશ્રદ્ધાનો ભોગ બની અને સિકોતર માતાજીના મંદિરે સકરીમાં નામની મહિલા પાસે ગરમ સમયના નામ અપાવ્યા હોવાનું આ મુદ્દે સામે આવ્યું હતું. જોકે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માત્ર ચાર દિવસની સામાન્ય સારવાર બાદ આજે બપોરે 1:00 વાગ્યાના અરસામાં કોમલ પ્રવીણભાઈ સુરેલાનું મોત નીપજવા પામ્યું છે જેને લઈને અંધશ્રધ્ધાએ વધુ એક નાની એવી ફૂલ જેવી બાળકીનો ભોગ લઈ લીધો છે ત્યારે આ અંગે જોકે પોલીસે ગુનો દાખલ કર્યો છે શકરી માની અટકાયત કરી અને આ મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે કોમલના મૃત્યુને લઈ પરિવાર પણ હવે પસ્તાઇ રહ્યું છે અને શોકમગ્ન બન્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi के Lakshadweep tour पर Maldives ने किसके कहने पर हमला किया? Muizzu | Flight booking |LT Show
PM Modi के Lakshadweep tour पर Maldives ने किसके कहने पर हमला किया? Muizzu | Flight booking |LT Show
Russia: पुतिन ने विदेशी आयात-निर्यात पर लगे प्रतिबंध को 2025 तक बढ़ाया
रूसी राष्ट्रपति व्लादिमीर पुतिन ने कच्चे माल और वस्तुओं के आयात और निर्यात को लेकर एक बड़ा फैसला...
মৰাণহাট নাট্য মন্দিৰত জিলা ভিত্তিত বিজেপিৰ "গাঁও চলো অভিযান"ৰ কৰ্মশালা অনুষ্ঠিত। ৰাজ্যিক উপসভাপতি, জিলা সভাপতি উপস্থিত।
বৃহস্পতিবাৰে দিনযোৰাকৈ চৰাইদেউ জিলাৰ মৰাণহাট নাট্যমন্দিৰত অনুষ্ঠিত কৰা বিজেপি দলৰ চৰাইদেউ জিলাৰ...
गोली लगने के बाद भी AK47 चलाते रहे पूर्व DSP ने सुनाई 116 डकैतों के एनकाउंटर की ख़ौफ़नाक कहानी
गोली लगने के बाद भी AK47 चलाते रहे पूर्व DSP ने सुनाई 116 डकैतों के एनकाउंटर की ख़ौफ़नाक कहानी
Chunav Express: मुद्दों की बात, Jaisalmer की जनता के साथ | Rajasthan Election 2023 | Congress | BJP
Chunav Express: मुद्दों की बात, Jaisalmer की जनता के साथ | Rajasthan Election 2023 | Congress | BJP