મારી માટી. મારો દેશ
માટીને નમન. વીરોને વંદન
દેશ માટે બલિદાન આપનારા વીરોને સમર્પિત અભિયાન
આજરોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત વિજપડી પ્રાથમિક શાળા ખાતે વૃક્ષારોપણ કરી ઉજવવામાં આવ્યો હતો. વિજપડી ગામના સરપંચ ભરતભાઈ ગીગૈયા, સાવરકુંડલા તાલુકા ઉપપ્રમુખ વિજયભાઈ ચાવડા, ભાજપના મહામંત્રી નીતિનભાઈ નગદીયા, તાલુકા ભાજપના ઉપપ્રમુખ હરેશભાઈ ભુવા, તેમજ ગામના આગેવાન શ્રીઓ આંગણવાડી સ્ટાફ અને શાળા સ્ટાફ અને વિદ્યાર્થી ભાઇઓ બહેનો હાજર રહ્યા હતા.
રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા