ભારત દેશમાં બિહારમાં 5 વર્ષ બાદ નીતિશ કુમારની પાર્ટી JDU અને BJP વચ્ચેનું ગઠબંધન તૂટ્યું છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને જેડીયુના સાંસદો અને ધારાસભ્યોની બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી છે. સીએમ નીતીશ કુમારે રાજ્યપાલ ફાગુ સિંહ ચૌહાણને મળવા માટે સમય માંગ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમારની જેડીયુ અને આરજેડીમાં સરકાર બનાવવાની ફોર્મ્યુલા પર ચર્ચા થઈ રહી છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે ગૃહ મંત્રાલયની માંગણી કરી છે. સાથે જ તેજ પ્રતાપને પણ સરકારમાં સ્થાન મળી શકે છે.

લાલુની પુત્રી રોહિણી આચાર્યએ ટ્વિટ કરીને લખ્યું કે રાજતિલકની કરો તૈયારી , આવી રહ્યા છે લોલટેનધારી.

મંગળવારે ધારાસભ્યો અને સાંસદોની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં ભાજપ સાથે ગઠબંધન તોડવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. સાવચેતી પણ રાખવામાં આવી રહી છે. ધારાસભ્યોને મીડિયા સાથે વાત કરવા અથવા મીટિંગમાં ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ભાજપ સરકાર બચાવવાનો પ્રયાસ કરી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે કમાન સંભાળી લીધી છે. શાહે સોમવારે મોડી રાત્રે લગભગ 6 મિનિટ સુધી નીતીશ કુમાર સાથે વાતચીત કરી હતી. વાતચીતમાં શું થયું એ હજુ જાણવા મળ્યું નથી.