જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના શહેર ખાતે માળીયા હાટીના તાલુકા પંચાયત કચેરી માં તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી દિલીપસિંહ સીસોદીયા ના અધ્યક્ષ સ્થાને આજે તાલુકા ના તમામ ગામડાઓ ના સરપંચો સાથે પ્રમુખ શ્રી દ્વારા એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું
ત્યારે આ બેઠક માં માળીયા હાટીના તાલુકા ના તમામ ગામડાઓ ના સરપંચ શ્રીઓ હાજર રહિયા હતા .બેઠક ની જો વાત કરવામાં આવે તો આગામી દિવસો માં તારીખ ૯.૦૮.૨૦૨૩ થી તારીખ ૧૫.૦૮.૨૦૨૩ સુધી માં "મેરી માટી મેરા દેશ" અંતર્ગત જુદા જુદા કાર્યકર્મો યોજાનાર છે ત્યારે આ કાર્યક્રમો માળીયા હાટીના તાલુકા માં સોવ થી બેસ્ટ અને સારી રીતે ઉજવવામાં આવે અને સમગ્ર કાર્યક્રમ નું સારી રીતે આયોજન કરવામાં આવે તે હેતુ સાથે આજે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ મિટિંગ માં માળીયા હાટીના તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી દિલીપસિંહ સીસોદીયા દ્વારા માળીયા હાટીના તાલુકા ના દરેક ગામડા ના સરપંચો અને તાલુકા પંચાયત ના સદસ્યો ને માહિતી આપી હતી
રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ) ----સંપર્ક :- 9925095750