ડાકોર ઉમરેઠ રોડ ઉપર આવેલ ખોડિયાર હોટલ પાસે અકસ્માત સર્જાયો ફૂલ સ્પીડે આવતી સ્વીફ્ટ ગાડીના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો જેમાં કાર રોડની બાજુમાં પલટી મારી ને ઝાડી ઝાંખરામાં પડી હતી અકસ્માતના પગલે વાહનચાલકોએ આવીને કારમાંથી ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો કારમાં ચાલક સિવાય અન્ય કોઈ ન હતું અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

ખેડા: ડાકોર