પાટડી તાલુકાના અંબાળા મેતાસરની સીમમાંથી ઓરડી પાસે જુગાર રમતા 11 લોકો ઝડપાયા હતા. દસાડા પોલીસે તમામ ઈસમો પાસેથી રોકડ રકમ સહિત રૂ.52,300નો મુદામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.દસાડા પોલીસનો સ્ટાફ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમ્યાન તેઓ મેતાસર પાસે આવેલા બોર્ડ પાસે પહોંચતા તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મેતાસર-અંબાળા ગામના રોડ પર આવેલી કારોલ તલાવડી પાસે આવેલા ખેતરની ઓરડી બહાર લાઈટના અજવાળે અમુક વ્યક્તિઓ ગંજીપત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર પોલીસે રેઇડ કરતા ઓરડી બહાર લાઈટના અજવાળે જુગાર રમતા મુકેશ કમા ભદ્રેશિયા (અંબાળા), રણજીત લક્ષ્મણસિંહ ઝાલા (માંડલ), મયુરસિંહ વનરાજસિંહ ઝાલા (અંબાળા), દિનેશ ઉર્ફે ચકો ગુલાબ છત્રોટીયા (વડગામ), યુવરાજસિંહ સનુભા ઝાલા (અંબાળા), રાજેશ વિષ્ણુ ઠાકોર (માંડલ), આબું ઈશ્વર અંબારીયા (અંબાળા), કરણ રૂપસંગજી રાઠોડ (માંડલ), મહેશ જયંતિ સાપરિયા (અંબાળા), રસિક જેશીંગ ઠાકોર (વડગામ) અને નરેન્દ્રસિંહ રામભા ઝાલા (અંબાળા) સહીત તમામ 11 ઇસમોને રોકડ રકમ રૂ.36,300, મોબાઈલ નંગ-8 જેની કિંમત રૂ.16,000 એમ કુલ રૂ.52300ના મુદામાલ ઝબ્બે કર્યો હતો. આ દરોડામાં પી.એસ.આઈ વી.આઈ.ખડીયા સાથે મનીષભાઈ,ભરતભાઇ, નિલેશભાઈ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથક ના પી.એસ.આઈ વી.આઈ.ખડીયાએ હાથ ધરી છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं