માળીયા હાટીના શહેર માં મામલતદાર ઓફીસ ના સ્થળાનતર ને લઈ ને સ્થાનિક લોકો સહિત આગેવાનો દ્વારા ભારે વિવાદ કરવામાં આવ્યો હતો જેમાં આગામી તારીખ 07.08.2023 થી માળીયા હાટીના હિત રક્ષક સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવનાર હતું જે હાલ બંધ રહીયું છે 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

જૂનાગઢ જિલ્લા સાંસદ રાજેશભાઇ ચુડાસમા અને માળીયા માંગરોળ ના ધારસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા લોકો ને સમજાવવામાં આવ્યા હતા અને આ બાબત ની રજુવાત તેમના દ્વારા ઉપર સરકાર શ્રી માં કરવામાં આવી હોવાનું જાણવા મળી રહીયું છે તેમજ સાંસદ શ્રી દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય લોક હિત માં કરવા માટે ના પ્રયત્નો કરવામાં આવશે તેવું જાણવા મળી રહીયું છે જ્યારે આ બાબત ની લોકો અને આગેવાનો સાથે સરચા થતા હાલ આગેવાનો દ્વારા આ આંદોલન ને મોકૂક રાખવામાં આવ્યુ છે 

ત્યારે જો આ બાબત ની વાત કરીએ તો હાલ માં માળીયા હાટીના શહેર માં મામલતદાર કચેરી આવેલી છે અને આ કચરી અત્યારે જે જગ્યા પર છે ત્યાં લોકોનું કહેવું છે કે તે બધા માટે  છે તેમજ જો આ મામાલતદાર કચેરી ને અન્ય જગ્યા પર ખસેડવામાં આવે તો સ્થાનિકો સહિત લોકો ને અગવળતા પડી શકે છે સાથે સાથે  સ્થાનિકો ના રોજગાર ધધા ને પણ વ્યાપક અસર થઈ શકે છે જેથી આ તમામ બાબતો ને ધ્યાને રાખી માળીયા હા હિત રક્ષક સમિતિ દ્વારા આ બાબત ને લઈ ને આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે હાલ સ્થગિત કરવામાં આવ્યું છે 

તેમજ ગત રાત્રી ના આંદોલન કરવા માટે અને કઈ રીતે આગળ વધવું તે માટે સોની મહાજન વડી ખાતે એક બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિત રક્ષક સમિતિ ના આગેવાનો મહેન્દ્રભાઈ ગાંધી, હમીરસિંહ સીસોદીયા,માળીયા ના સરપંચ જીતુભાઇ સીસોદીયા ,લાયન મેડિકલ ના અમીનભાઈ પાઠાણ, હકુભાઈ જોશી, આર કે પાલા,નટવરસિંહ સીસોદીયા, તેમજ રાજુભાઇ દેસાઈ, અશ્વિન ભાઈ પાલા, ગીરીશભાઈ કોટેચા, પ્રમોદ ભાઈ બુધેચા સહિત ના વેપારીઓ અને કાર્યકરો તેમજ માળીયા ના લોકો ઉપસ્થિત રહિયા હતા 

ત્યારે આ મીટીંગ માં સરપંચ જીતુભાઇ સીસોદીયા ,હમીરસિંહ સીસોદીયા અને મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા જણાવાયું હતું કે હાલ સાંસદ શ્રી અને ધરાસભ્ય શ્રી ના કહેવાથી આ આંદોલન મોકૂફ રાખવાં આવે છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા મામાલતદાર કચેરી ને જો ગામની બહાર લઈ જવાના પ્રયાસ કવરવામાં આવશે તો તેની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે

રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)

સંપર્ક:- 9925095750