આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ધરપકડ ટાળવા માટે નાસી જનાર આરોપીને પકડવા અન્વયે બાબરા પોર્લીસ સ્ટેશન A-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૩૭૦/૨૦૨૩ IPC કલમ-૩૦૪-અ ૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી એક્ટ કલમ ૧૮૪,૧૭૭,૧૩૪ મુજબનો ગુન્હો તા.૦૩/૦૮/૨૦૨૩ ના રોજ રજી. થયેલ
જેમા આ કામના ફરીયાદીના ભત્રીજા પોતાના હવાલા વાળી ફોરવ્હીલ વેગેનાર કાર જેના રજી નં-GJ 03 7021 ની ચલાવીને રાજકોટથી બાબરા તરફ આવતા હોય તે દરમ્યાન મારૂતી હોટેલ પાસે પહોંચતા કોઇ અજાણ્યા આઇસર/ના ચાલકે પોતાના હવાલા વાળું વાહન પુર ઝડપે અને બેફીકરાઇ રીતે માનવ જીદગી જોખમાય તે રીતે ચલાવી ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી નાશી ગયેલ હોય
જે અંગે ફરીયાદ નોંધી અજાણ્યા ટ્રક ચાલક ને શોધવા માટે તાજેતરમા અમરેલી જીલ્લા પોલીસ દ્વારા બાબરા ટાઉન તથા ગ્રામ્ય વિસ્તારમા લગાવેલ અલગ અલગ જગ્યાએ સી.સી.ટી.વી કેમેરા ની મદદ થી તથા ટેક્નીકલ સોર્સ ની મદદ થી અકસ્માત કરેલ ટ્રક ને શોધવા બાબતે તપાસ કરતા આ કામે સી.સી.ટી.વી કેમેરા ના ફુટેઝ આધારે અકસ્માત કરનાર ટ્રકચાલક ટ્રક સાથે સી.સી.ટી.વી કેમેરા મા દેખાય આવેલ હોય અને અન ડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરી આરોપી તથા ટ્રકને શોધીકાઢી ગુન્હાના આરોપીને ગણતરીના દીવસોમાં બાબરા પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત ગુન્હા કામે ધોરણસર અટક કરી, આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગત:--
(1) મુકેશકુમાર નૈનાસીંગ બંજારા ઉ.વ ૪૫ ધંધો-ડ્રાઇવીંગ (રૂબી રોડલાઇન્સ) રહે.-બાનમોર તાલુકા બાનમોર જીલ્લો મોરના
ઉપરોક્ત કામગીરી બાબરા પો.સ્ટે.ના પો.ઇન્સ. આર ડી.ચૌધરી તેમજ પો.સબ.ઇન્સ એ.એમ રાધનપરા તેમજ બાબરા સર્વેલન્સ ટીમ ના એએસઆઇ જે.આર.હિમા તેમજ પો.કોન્સ મહાવીરસીંહ બી.સીંધવ તથા પો.કોન્સ રાજેશભાઇ જી રાઠોડ તથા પો. કોન્સ ગોકૂળભાઇ એમ રાતડીયા દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.