સાયલા તાલુકા ના વડલી -કરાડી તરીકે ઓળખાતા વન વિભાગના જંગલની માલીકીમાં મોટા પાયે 10 શખ્સોએ દબાણ કરવામાં આવેલુ હોવાની અનેક રજુઆત કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરતા સરકારી જમીન અને વૃક્ષોનું છેદન અટકાવી જતન કરવાની પણ ઉચ્ચકક્ષાએ રજુઆત થઇ છે.સાયલા તાલુકાના કરાડી વડલી તરીકે સરકારી જંગલ આવેલુ છે. તેમાં વર્ષોથી અસામાજીક ત્તત્વો દબાણ કરીને વાવેતર કરી રહયા છે. અને જંગલની જમીનમાં ઔરીયા, ધોરીયા,પાઈપ લાઈન, કુવા સહિતના સાધનોનો ઉપયોગ કરી તંત્રની મંજુરી લીધા વિના માથાભારે તત્વો દ્વારા બહોળા પ્રમાણમાં વૃક્ષ છેદન અને ફોરેસ્ટર ડીપાર્ટમેન્ટના નિયમ વિરૂધ્ધમાં તમામ કામગીરી કરી રહયા છે. આ બાબતની અનેક રજુઆત થઇ હતી. પરંતુ તંત્ર દ્વારા કોઇ દબાણ દૂર કરવાની કે દબાણકર્તાઓ કે વાવેતર કરનાર સામે કાર્યવાહી કરવામાં ન આવતા લાખાભાઇ સગરામભાઇ સાંબડે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.વધુમાં તમામ માહિતી અને પુરાવા હોવાનો દાવો કરનાર લાખાભાઇએ અધિકારી અને દબાણકર્તા ખેડૂતો વચ્ચે મીલીભગત હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. અને વાવેતર અને દબાણ બાબતની સ્થળ તપાસમાં સાથે રાખવા પણ લેખીત જણાવ્યું છે. સરકારી જમીનમાં દબાણકર્તાઓને નિયમ વિરૂધ્ધ માટી ચોરી કરતા હોવાની સાથે સરકારી જમીનને બચાવવા કાર્યવાહી ઝડપભેર કરવાનું જણાવ્યું છે. અને દબાણ દુર કરીને અનેક વૃક્ષોનુ જતન કરવાને બદલે છેદન થતુ અટકાવવા તથા દબાણ ખુલ્લુ કરીને સરકારી મીલ્કતને થતી નુકશાની અટકાવવાની પણ રજુઆત કરી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं