સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર આવેલા ચોટીલા ગામ નજીક આવેલી રાજસ્થાની હોટલ નજીક આ ઘટના બની છે. ચોટીલા નજીક આવેલી રાજસ્થાની હોટલ નજીક વીજ વાયરને અડકી જતા બે લોકોના મોત નીપજ્યા છે.મળતી માહિતી મુજબ રાજસ્થાનથી ટ્રક લઈ અને રાજકોટ તરફ જતા હતા તે દરમિયાન ચોટીલા નજીક આવેલી રાજસ્થાની હોટલ પાસે વરસાદી વાતાવરણ હોવાના કારણે ટ્રકમાં ભરેલો માલ બગડે ને તે માટે ટ્રક ઉપર દોરડા બાંધતા હતા અને કવર ઢાંકતા હતા તે દરમિયાન ટ્રક નજીક આવેલા ઇલેક્ટ્રિક લટકતા તાર ને ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર અટકી જતા બંનેના ઘટના સ્થળે મોત નીપજવા પામ્યા છે ઘટનાને લઇ અને તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ છે હોટલના જે માલિક છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે.ઘટનાને લઇ અને ભારે ઉહાપો થયો છે. ઉલ્લેખનીય છે કે વરસાદી વાતાવરણ હોવાના કારણે ટ્રકમાં ભરેલો કોઈ માલ બગડે નહીં અને નીચે ન પડે તે માટે ટ્રક ઉપર પ્લાસ્ટિક બાંધી રહ્યા હતા તે દરમિયાન ઉપરથી પસાર થતાં ઇલેક્ટ્રીક વાયરને બંને અડકી જતા અને ટ્રકમાં પણ શોર્ટ આવતા બંને ઘટના સ્થળે શોર્ટ થઈ ગયા છે અને બંનેના ઘટના સ્થળે મોત નીપજવા પામ્યા છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ પ્રાથમિક તપાસ કરવામાં આવતા બંને મૃતકો રાજસ્થાનના ઝાલોદ ગામના હોવાનું સામે આવ્યું છે.હજુ સુધી બંનેના નામ સામે આવ્યા નથી આ અંગે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે બંનેની ડેડબોડીને પીએમ માટે ચોટીલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે ઘટનાની જાણ થતા ઇલેક્ટ્રીક વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે જે પસાર થતા હતા તે તારમાં જ ઈલેક્ટ્રીક કરંટ લાગ્યા હોવાનો પણ સામે આવ્યું છે આ અંગે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પરિવારજનોની શોધ ખોળ હાથ ધરવામાં આવી છે ત્યારે ઘટના સ્થળે બંનેના મોત થતા આજુબાજુના વિસ્તારમાં પણ ચકચાર ફેલાઈ જવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના હસ્તે 'હું મત આપીશ' સિગ્નેચર કેમ્પેઇનનો પ્રારંભ
જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલા મીડિયા સેન્ટર ખાતે...
जयपुर में सुबह और शाम में तेज सर्दी:शेखावाटी में डबल डिजिट में आया तापमान; अगले तीन-चार दिन साफ रहेगा आसमान
राजस्थान में तापमान फिर से बढ़ने लगा है। जयपुर, उदयपुर, अजमेर, कोटा के अलावा शेखावाटी बेल्ट में भी...
"স্বচ্ছ সর্বেক্ষণ ২০২২" জিলিকিল ডুমডুমা নগৰ
"স্বচ্ছ সর্বেক্ষণ ২০২২" জিলিকিল ডুমডুমা নগৰ
ડીસા નવા બસ સ્ટેશનમાં પાણીનો બોર બગડી જતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયાં પાણીનાં ટેન્કરની વ્યવસ્થા
ડીસા નવા બસ સ્ટેશનમાં પાણીનો બોર બગડી જતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયાં પાણીનાં ટેન્કરની વ્યવસ્થા
Car Under 20 Lakh: फैमिली के लिए बेस्ट ऑप्शन हैं ये गाड़ियां, स्टाइलिश लुक के साथ मिलता है दमदार इंजन
Car under 20 Lakh आपका बजट 20 लाख रुपये तक का है तो आज हम आप लोगों के लिए इस प्राइस रेंज में आने...