સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા હાઇવે ઉપર આવેલા જોલી વોટરપાર્ક નજીક એક ગળું કાપેલી હાલતમાં લાશ મળી આવી હતી હજુ તેનો ભેદ પોલીસ ઉકેલી શકી નથી ત્યારે આજે વધુ એક ચોટીલા નજીક જલારામ મંદિર આવેલું છે તેની નજીકથી આધેડનો મૃતદેહ મળી આવ્યો છે.જેને લઈને અનેક પ્રકારની અટકળો વહેતી થઈ છે. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભેંસઝાળ ખાતે બનેવીની ખબર અંતર પૂછવા આવેલા સાળાની લાશ ચોટીલા નજીક આવેલા જલારામ મંદિર સામેથી મળી આવી છે ત્યારે મળતી માહિતી મુજબ અમદાવાદ ખાતે રિક્ષા ચલાવતા અને પોતાના પરિવાર સાથે વસવાટ કરતા અરવિંદસિંહ જાડેજા 28મી જુલાઈના રોજ અમદાવાદ થી પોતાના ઘરેથી પરિવારને જાણ કરી અને ચુડા નજીક આવેલા ગામડામાં બનેવી ની ખબર કાઢવા આવ્યા હતા.ત્યારે 28મી જુલાઈના રોજ તે ખબર કાઢવા આવ્યા ત્યાં રોકાઈ ગયા હતા. ત્યારબાદ અરવિંદસિંહ જાડેજા ગામમાંથી રાજકોટ તરફ જતી કારમાં બેસી જઈ અને ત્યારબાદ સુરેન્દ્રનગરની જે દર્શન હોટલ આવેલી છે ત્યાં ઉતરી ગયા હતા અને ત્યાં અન્ય વાહનમાં બેસી ગયા હોવાનું સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યું છે પરંતુ તે છેલ્લા સાત દિવસથી ગુમ હોવાના કારણે પરિવારજનો દ્વારા જોરાવર નગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો અને ગુમ થયા હોવાનો ગુનો દાખલ કરાયો હતો.આ અંગે દર્શન હોટલના સીસીટીવી ફૂટેજ પણ પરિવારજનોએ પોલીસને સોંપ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી પરંતુ જે આ આધેડ છે તેમની કોઈપણ પ્રકારની ભાળ પોલીસને મળી ન હતી કે છેલ્લે દર્શન હોટેલ નજીક ઇકો કારમાંથી અરવિંદસિંહ જાડેજા પોતે ઉતરી જાય છે અને ત્યારબાદ રાજકોટ તરફ જતી અન્ય કારમાં બેસી જતા હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ ત્યારબાદ કોઈપણ પ્રકારનું લોકેશન અથવા કોઈ પણ પ્રકારની વિગતો આ બાબતે સામે જોરાવનગર પોલીસને મળી ન હતી ત્યારે આજે અરવિંદસિંહ જાડેજા નો મૃતદેહ ચોટીલા નજીક આવેલા જલારામ મંદિર સામેથી મળી આવ્યો છે. ચોટીલા હાઈવે ઉપરથી મળી આવી છે પ્રથમ જોલી વોટરપાર્ક સામેથી ગળું કાપેલી હાલતમાં આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે આ અંગે હજી પોલીસ તપાસ કરી રહી છે અને હત્યારાઓને શોધી રહી છે ત્યાં બીજી લાશ ચોટીલા નજીક જલારામ મંદિર સામેથી મળી આવી છે ત્યારે હવે આ હત્યા છે કે આત્મહત્યા તેનું રહસ્ય ઘૂંટાતું જઈ રહ્યું છે જોકે પોલીસ વિભાગ દ્વારા આ અંગે લાશના પીએમ માટે રાજકોટ ખાતે મોકલી છે ફોરેન્સિક રિપોર્ટ બાદ સાચું કારણ સામે આવી જશે અને ત્યારબાદ હત્યા છે કે આત્મહત્યા તે અંગેનો પણ ખ્યાલ આવી જશે પરંતુ હાલમાં છેલ્લા 20 દિવસમાં બીજી વખત ચોટીલા નજીક લાશો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે..