ચોટીલાનાં કેટલાક વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં વિજ ચોરી થતી હોવાનું વિજ વિભાગને ધ્યાને આવતા યુએનવીએલ ની ટીમો દ્વારા દરોડો પાડી ચકાસણી હાથ ધરતા મોટી વિજ ચોરી ઝડપાયેલ છે. મળતી વિગતો મુજબ ગુરૂવારનાં વહેલી સવારે ઞગટક બરોડાની ટીમ દ્વારા ચોટીલાનાં ધંધાર્થી અને રહેણાંક વિસ્તારમાં મોટા પ્રમાણમાં વિજ ચોરી થતી હોવાનું તંત્ર ને ધ્યાને આવતા અલગ અલગ ટીમો બનાવી વહેલી સવાર થી જ ચેકિંગ હાથ ધર્યું હતું.જેમા ચામુંડા તળેટી વિસ્તાર મફતિયાપરા અને હાઇવે ઉપરના સોસાયટી એરિયામાં 60 કર્મચારી નાં કાફલા સાથે 20 ટીમો એકી સાથે ચેકીંગ કામગીરી હાથ ધરેલ હતી. વિજ ચેકીંગ ટીમો દ્વારા સાંજ સુધીમાં 250 થી વધુ કનેકશનો ની ચકાસણી કરાયેલ હતી.જેમા 25 થી વધુ કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાતા તેઓની સામે નિયમ મુજબ ની કાર્યવાહી કરવામાં આવેલ.વિજ વિભાગનાં દરોડા પડતા ગે.કા. વિજ ચોરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો હતો અને ડાયરેકટ વપરાશ કરનારાઓમાં દોડધામ મચી ગયેલ.