કાલોલના મુખ્ય માર્ગ પર દબાણ હટાવવા માટે અંદાજિત ૨ કિલોમીટરના વિસ્તારમાં પોલીસ વિભાગ,નગરપાલીકા અને પ્રાંત કચેરી દ્વારા ઝુંબેશ હાથ ધરાઇ હતી.મુખ્ય માર્ગ પરથી કુલ ૫૨ જાહેરાતના બોર્ડ દૂર કરાયા હતા, ૨૨ ગેરકાયદેસર દબાણોને તોડવામાં આવ્યા હતા.૧૦ લારીઓ અને જપ્ત કરાઈ હતી.સ્વચ્છતાના અભાવે અને અતિક્રમણ માટે ૨૧૦૦ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો.જ્યારે રોડ પર પાર્કિંગ કરેલ વાહનચાલકો પાસેથી ૪૫૦૦ રૂપિયાનો દંડ વસુલાયો હતો.સમગ્ર કામગીરી સંયુકત વિભાગો સાથે કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા કલેકટરશ્રીના આદેશ હેઠળ આઈ.એ.એસ શ્રી કાર્તિક જીવાણી તથા સંયુકત વિભાગો દ્વારા કાલોલ હાઈવે સ્થિત મહેશનગરથી બોરુ ટર્નિગ સુધીના માર્ગ પર નડતરરૂપ એવા અનેકવિધ ઉચ્ચક એવા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને લાલ દરવાજા, એમજીએસ હાઇસ્કૂલ, સ્ટેશન રોડ ચોકડી, બસ સ્ટેશન, ગધેડી ફળિયાના નાકા, તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી, તિરંગા સર્કલ અને કોર્ટ સુધીના ફૂટપાથ પરના ૫૨ જેટલા સાઈન અને હોર્ડિંગ બોર્ડ, ૧૦ જેટલા કાચા સ્ટ્રક્ચર, ૧૧ જેટલા પતરાના સ્ટ્રક્ચર, ૧૦ લારીઓ અને ૧ કેબિન સહિત દુકાનો - ઓફીસના સાઈન બોર્ડ, બેનરો સહિતના વિવિધ પ્રકારના ગેરકાયદેસર દબાણો હટાવીને હાઈવેના ફૂટપાથ પર દબાણ દૂર કરાયા હતા.