મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરનાર દુકાનદાર અને ખરીદ/વેચાણ કરેલ મોબાઈલ ફોનની વિગતોનું રજિસ્ટર નિભાવવા માટેનું જાહેરનામું

હાલના ટેલીકોમ્યુનીકેશનના યુગમાં છેલ્લા એક દશકામાં આમુલ પરિવર્તન આવ્યા બાદ આજે મોબાઈલ ફોનનો ઉપયોગ છેવાડાના લોકો સુધી સામાન્ય બની ગયેલ છે. દેશમાં તથા રાજયમાં બનતાં ગુનાઓને આખરી અંજામ આપવા અસામાજિક અને દેશિવરોધી તત્વો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં હોય છે. વધુમાં તાજેતરમાં મોબાઈલ ફોનની ચોરીના બનાવો પણ છેલ્લા કેટલાક સમયથી વધી ગયેલ છે. આવા ગુનાઓના મુળ સુધી પહોંચવા તથા ચોરાયેલ મોબાઈલ ફોન પરત મેળવવા માટે મોબાઈલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરી ગુનાના મુળ સુધી પહોંચવા પ્રયત્ન કરવામાં આવે છે. ઘણા પ્રસંગોમાં મોબાઈલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવ્યા બાદ જણાય છે કે, તે વ્યક્તિએ કોઈ અજાણ્યા ઈસમ પાસેથી મોબાઈલ ખરીદેલ છે. આમ મોબાઈલ ફોનના વપરાશ કર્તા પાસે ચોકકસ માહિતીના અભાવના કારણે ગુનાના મુળ સુધી પહોંચી શકાતું નથી. 

 બી.એસ.પટેલ, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ખેડા જિલ્લો, નડિયાદ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂઈએ હુકમ કરેલ છે કે, જુના/નવા મોબાઈલ ફોનના વેચનાર / ખરીદનાર દરેક વેપારીએ રજીસ્ટર નીભાવી મોબાઈલ ખરીદનાર/ વેચનારની ઓળખની વિગતો નોંધવાની રહેશે. તેમજ નવીન સીમ કાર્ડ વેચનાર દરેક વેપારીએ ૨જીસ્ટર નીભાવી સીમકાર્ડ ખરીદનારની ઓળખની તમામ વિગતો નોંધવાની રહેશે. તેની ફરજિયાત જાળવણી કરવાની રહેશે તેમજ નીચે મુજબની સુચનાઓનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે, તેમજ માંગણી થયેથી પોલીસ અધિક્ષક, સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કે તેમના તાબાના અધિકારીને ઉપ્લબ્ધ કરાવવાની રહેશે.

જૂના/નવા મોબાઈલ ફોન ખરીદતી વખતે મોબાઈલની વિગત/કપંની, IMEI No, મોબાઈલ વેચનાર/ ખરીદનારનું નામ સરનામાની વિગત, આઈ.ડી.પ્રુફની વિગત, જૂના/નવા મોબાઈલ વેચતી વખતે મોબાઈલની વિગત/કપંની, IMEI No, મોબાઈલ વેચનાર/ખરીદનારનું નામ સરનામાની વિગત, આઈ.ડી.પ્રુફની વિગત, નવીન સીમ કાર્ડ વેચતી વખતે સીમ કાર્ડની વિગત/કપંની, SIM CARD NO., નવીન સીમકાર્ડ ખરીદનારનું નામ સરનામાની વિગત, આઈ.ડી.પ્રુફની વિગતો વેપારીઓએ રજીસ્ટરમાં નિભાવવાની રહેશે.  

 ઉપર મુજબનું રજીસ્ટર જુના/નવા મોબાઈલ ફોન ખરીદનાર/ વેચાણ તેમજ નવીન સીમકાર્ડ વેચાણ કરનાર દરેક દુકાનદારે નિભાવવાનું રહેશે અને તેની ફરજીયાત સાચવણી–જાળવણી કરવાની રહેશે. કોઈપણ દુકાનદારે કોઈપણ ઈસમ પાસેથી જુનો અથવા નવો મોબાઈલ ફોન લેતી વખતે કે તેને વેચાણ કરતી વખતે ઓળખ કાર્ડ કે ઓળખ પત્ર જેવા નકકર પુરાવા સિવાય કોઈપણ વ્યવહાર કરવો નહી. મોબાઈલ ફોનના નવા સીમકાર્ડ વેચનાર તમામ ડીસ્ટ્રીબ્યુટરો અને રીટેઈલ વિક્રેતા દ્વારા મોબાઈલ સીમકાર્ડનું વેચાણ કરતી વખતે માન્ય ઓળખકાર્ડ તથા રહેઠાણના પુરાવાની અસલ દસ્તાવેજો સાથે ખરાઈ કર્યા સિવાય મોબાઈલ સીમકાર્ડના વેચાણ વ્યવહાર કરવા નહી.

આ હુકમ તા.૧૮/૦૭/૨૦૨૨ થી તા.૧૮/૦૯/૨૦૨૨ (બંને દિવસો સુધ્ધાંત) સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.