ઉના શહેર માંથી માતેલા સાંઢની જેમ ડમ્પરોમાં મોટાં પથરો લઇને દોડતા વાહનોને લઈ શહેરમાં આક્રોશ વ્યાપી ગયેલ હોય ત્યારે ઉના શહેરમાં બેફામ ચાલતા ડમ્પરે વધુ એક મહિલાનો ભોગ લીધો હતો. ઉના દેલવાડા રોડ ઉપર આવેલ વિદ્યાનગર પાસે એક ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલા ઉપર ડમ્પરના વિલનું ટાયર ફરી વળતા મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
ગીરગઢડાનાં ફૂલકા ગામે રહેતાં મનીષાબેન મોહનભાઈ વંશ તેમજ મોહનભાઈ વંશ બન્ને પતિ પત્ની બાઇક નં.જી જે 32એમ 4610માં દેલવાડા રોડ પર ઉના તરફ આવતા હતા. ત્યારે વિદ્યાનગર પાસે ડમ્પર નં.જી જે 32 ટી 7113 ના ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતાં રસ્તા પર પટકાતા મહીલા ઉપર ડમ્પરના વીલનું ટાયર ફળી વળતા મનીષાબેન ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે પતિ મોહનભાઇને ગંભીર ઈજા પહોંચતા ઈમરજન્સી 108માં સારવાર અર્થે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે. અકસ્માતની ઘટના સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા. તેમજ ઉના એ.એસ.પી, પી.આઈ. સહીત પોલીસ ઘટના સ્થળે દોડી ગયા ગયા. જ્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટયો હતો. આ અંગે પોલીસે ડમ્પર ચાલક વિરૂધ્ધ નાનુભાઈ બાબુભાઈ વંશ એ ઉના પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલકને ઝડપી પાડવા આગળની તપાસ હાથ ધરેલ છે.